નવી દિલ્હી : ઉત્તરપ્રદેશની રાજનીતિમાં ઝડપથી ફેરફારો થઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં જ બે હસ્તીઓને લઇને ચર્ચા રહી છે. પહેલા હરિયાણીની ડાન્સર સપના ચૌઘરીને લઇને ચર્ચા રહી હતી. સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થઇ ગઇ છે તેવા હેવાલ આવ્યા બાદ સપનાએ આને રદિયો આપ્યો હતો. ત્યારબાદ બીજા મોટા અહેવાલ આવ્યા હતા. આ અહેવાલ એ હતા કે વિતેલા વર્ષોની લોકપ્રિય અભિનેત્રી જયા પ્રદા હવે ભાજપમાં સામેલ થઇ ગઇ છે. જયા પ્રદા ભાજપમાં સામેલ થતા પાર્ટીને મોટી રાહત થઇ છે. હવે પાર્ટી જયા પ્રદાને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાનની સામે ચૂંટણી મેદાનમાં ઉતરનાર છે. આ અંગેની જાહેરાત સત્તાવાર રીતે હવે કરવામા આવનાર છે.
રામપુરમાંથી આઝમ ખાનની સામે જયા ઉમેદવાર રહેનાર છે. રાજકીય પંડિતોના કહેવા મુજબ જા જયા પ્રદાને ભાજપ મેદાનમાં ઉતારે છે તો સ્પર્ધા રોમાંચક બની શકે છે. પોતાના સમયની લોકપ્રિય અભિનેત્રી જયા પ્રદાનુ અસલી નામ લલિતા રાની છે. ફિલ્મોમાં આવ્યા બાદ તે લલિતા રાનીથી જયા પ્રદા બની ગઇ હતી. ત્રીજી એપ્રિલ ૧૯૬૨ના દિવસે જન્મેલી જયા પ્રદા લાંબા સમયથી રાજનીતિમાં રહી છે. આંધ્રપ્રદેશના રાજાહમુંડરી જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. વર્ષ ૧૯૯૪માં જયા પ્રદાએ સૌથી પહેલા તેલુગુ દેશમ પાર્ટી જાઇન કરી હતી. ત્યારબાદ અમરસિંહ મારફતે સમાજવાદી પાર્ટીમાં જાડાયા હતા. હવે સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થયા છે. જયા પ્રદા અને આઝમ ખાન વચ્ચે જુની અદાવત રહેલી છે. જ્યારે સમાજવાદી પાર્ટીમાં જયા હતા ત્યારે પણ તેમની બનતી ન હતી. આઝમ ખાન પર તેજાબ હુમલો કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે.
દેશમાં લોકસભા ચૂંટણીના ભાગરૂપે છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે.આઝમ ખાન અને જયા પ્રદાની સ્પર્ધા રામપુરમાં નજીકની સ્પર્ધા રહી શકે છે. જયા પ્રદા રામપુરમાં પહેલાથી જ લોકપ્રિયતા ધરાવે છે. બીજી બાજુ આઝમ ખાન પણ રામપુરમાં શÂક્તશાળી નેતા તરીકે છે. તેમની છાપ એક કટ્ટર ભાજપ વિરોધી તરીકે રહેલી છે.