ગોલ્ડન બોય નીચજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, દોહા ડાયમંડ લીગમાં 90 મીટર દૂર ભાલો ફેંક્યો

Rudra
By Rudra 2 Min Read

દોહા : ભારતના ખ્યાતનામ ગોલ્ડ મેડાલિસ્ટ ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરા એ દોહા ડાયમંડ લીગમાં ઇતિહાસ રચ્યો છે જેથી દેશનું માં આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર વધ્યું છે. નિરજે પોતાની કારકિર્દીમાં પહેલી વાર ૯૦ મીટરનો થ્રો કર્યો છે, અત્યાર સુધીમાં નીરજનો શ્રેષ્ઠ થ્રો ૮૯.૪૫ મીટર હતો. દોહા ડાયમંડ લીગમાં તેઓએ ત્રીજા પ્રયાસમાં ૯૦.૨૩ મીટર ભાલો ફેંક્યો હતો. તેઓના પહેલા પ્રયાસમાં ૮૮.૪૪ મીટર ભાલા ફેંક્યા બાદ બીજા રાઉન્ડમાં ફાઉલ કર્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ પહેલી વાર મેદાનમાં ઉતર્યો છે.

ભારતીય ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ તેમના નામે ગોલ્ડ મેડલ છે. તે બાદ તેઓની કારકિર્દીમાં ૯૦ મીટર ભાલો ફેંકી શક્યા ન્હતા. આ પહેલા તેઓનું શ્રેષ્ઠ પ્રદર્શન ૮૯.૯૪ મીટર નોંધાયું હતું. નીરજે આ થ્રો ૨૦૨૨ માં સ્ટોકહોમમાં કર્યો હતો. ગયા વર્ષે લૌઝેનમાં પણ તે ૯૦ ની નજીક આવ્યા હતા, પરંતુ ફક્ત ૮૯.૪૯ સુધી પહોંચી શક્યા હતા.

ઉલ્લેખનીય છે કે, નીરજ ચોપરા ભાલા ફેંકમાં ૯૦ મીટર કે તેથી વધુ ફેંકનાર ૨૫માં ખેલાડી છે. ૯૮.૪૮ મીટરના સૌથી લાંબા ફેંકનો રેકોર્ડ જાન ઝેલેઝનીના નામે છે. નીરજ ચોપરા પહેલા એશિયન એથ્લેટ્સમાં ફક્ત બે જ ખેલાડીઓ ૯૦ મીટરથી વધુનો થ્રો કરી શક્યા છે. પાકિસ્તાનના અરશદ નદીમ અને તાઇવાનના ચેંગ ચાઓ સુને પણ આ સિદ્ધિ હાંસલ કરી છે. હવે આ યાદીમાં ભારતના નીરજ ચોપરાનું નામ ઉમેરાયું છે.

Share This Article