મહિલાની ધમકી સામે ઉર્ફી જાવેદની ખુલ્લી ચેલેન્જ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 ઉર્ફી જાવેદ જો કોઇ બાબતને લઈને લાઇમલાઇટમાં રહે છે તો તે છે તેના કપડાં. તેના વિચિત્ર આઉટફિટ્‌સ ઘણીવાર લોકોનું ધ્યાન ખેંચે છે. કેટલાક લોકોને ઉર્ફીનો આ અંદાજ પસંદ નથી અને તેઓ તેની સામે પોલીસ ફરિયાદની પણ માંગ કરે છે. હાલમાં જ ઉર્ફીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં શબનમ શેખ નામની મહિલા તેની સામે ફતવો બહાર પાડવા અને થપ્પડ મારવાની વાત કરી રહી છે.

આ વીડિયો સાથે ઉર્ફીએ તે મહિલાને ચેલેન્જ આપી છે. ઉર્ફી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં શબનમ શેખ ઉર્ફી વિરુદ્ધ ઘણું બોલતી જોવા મળે છે. તે ઉર્ફીના કપડાને લઇને બોલી રહી છે. તે જ સમયે, તે મૌલવીઓને પૂછી રહી છે કે ઉર્ફી વિરુદ્ધ ફતવો કેમ બહાર પાડવામાં આવતો નથી? તે ઉર્ફીના અંદાજને સમાજ અને બાળકો માટે ખોટો ગણાવી રહી છે. આ સાથે તે તેને થપ્પડ મારવાની અને પોલીસ ફરિયાદ કરવાની પણ વાત કરી રહી છે. શબનમ શેખના આ વીડિયો પર ઉર્ફીએ ઘણી નારાજગી વ્યક્ત કરી છે.

ઉર્ફી કહે છે, ‘આ મહિલાએ મને થોડા દિવસ પહેલા મદદ કરવા માટે ફોન કર્યો હતો. પરંતુ જ્યારે મેં તેને ભાવ ન આપ્યો, ત્યારે હું તેના માટે ખરાબ બની ગઇ. હવે તેને મારા કપડાં દેખાવા લાગ્યા.’ ઉર્ફીએ આગળ કહ્યું, ‘આ બધું શું નાટક છે. આ મહિલાએ મને કોલ કર્યો અને મને વિનંતી કરી અને હવે હું અચાનક બદલાઈ ગઈ. થપ્પડ મારવાની વાત કરી રહી છે, તો મને થપ્પડ મારીને બતાવ.’ જો કે હાલમાં ઉર્ફીના આ નવા વિવાદનો અંત આવતો જણાતો નથી. ઉર્ફીની ચેલેન્જ બાદ હવે શબનમનું નિવેદન આવવાનું બાકી છે.

Share This Article