જશોદાબેન રોડ દુર્ઘટનામાં ઘાયલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તાજેતરમાં મળતા અહેવાલ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેનની ગાડીનો રાજસ્થાન ખાતે ચિત્તોડગઢ નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં તેઓની સાથે સવાર અન્ય મુસાફરનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, અને જશોદાબેનની હાલત માથામાં ઇજા થવાના કારણે નાદુરસ્ત હોવાનું જાણવામાં આવે છે. ઇજાની ગંભીરતા વિષે કોઈ સત્તાવાર માહિતી મળી નથી પરંતુ અકસ્માત ખુબ ગંભીર હોવાનું જાણવા મળે છે.

ચિત્તોડગઢ – કોટા હાઇવે ઉપર આ અકસ્માત બેગુ નજીક કટિંડા ચાર રસ્તા પાસે થયો હોવાનું જાણવા મળે છે. આ અકસ્માત જયારે જશોદાબેન એક લગ્નપ્રસંગે હાજરી આપવા જતા હતા ત્યારે થયો હોવાનું બિન સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Share This Article