અમદાવાદ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે જસદણ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે ચૂંટણી પ્રચારનો અંત આવ્યો હતો. ચૂંટણી પ્રચારનો અંત આવ્યા બાદ હવે ઘેર ઘેર જઇને ચૂંટણી પ્રચારની પ્રક્રિયા હાથ ધરાશે. જસદણમાં પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જારદાર સ્પર્ધા તરીકે રહેશે. અહીં ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે. ચૂંટણી પ્રચારનો અંત આવ્યા બાદ હવે ૨૦મી ડિસેમ્બરના દિવસે મતદાન થશે.
જસદણમાં સૌથી વધુ ૩૫ ટકા કોળી સમુદાયના લોકો છે. અહીં કોળી સમુદાયની ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. બીજી બાજુ લેઉવા પાટીદારોની ટકાવારી ૨૦ ટકાની આસપાસ છે. આ ઉપરાંત અન્ય જાતિઓ પણ છે પરંતુ સૌથી મોટી ભૂમિકા કોળી સમુદાયની છે. ભાજપના કુંવરજી બાવળિયાનું અહીં પ્રભુત્વ રહેલું છે. બાવળિયાએ પાંચ વખત અહીં જીત મેળવી છે. આ વખતે પણ તેઓ મેદાનમાં છે. તેમની સામે કોંગ્રેસ તરફથી અવસર નાકિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આજે પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ તરફથી નવજાત સિદ્ધૂએ પ્રચાર કરીને મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસ કર્યા હતા.
શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા પંચ દ્વારા તમામ પગલા લેવાયા છે. જસદણમાં ચૂંટણી પ્રચારનો અંત આવ્યા બાદ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ દેખાઈ રહ્યા છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદથી સતત ઉત્સુકતા રહી હતી. આચારસંહિતા ભંગની પણ ફરિયાદો થઇ છે. કોંગ્રેસ તરફથી અનેક ટોચના નેતાઓએ પ્રચારમાં ઉતરીને Âસ્થતિ સાનુકુળ બનાવવાના પ્રયાસ કર્યા હતા. બીજી બાજુ ભાજપે પણ તમામ પ્રયાસો હાથ ધર્યા છે. ખેડૂતોને ખુશ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. હાલમાં યોજાયેલી ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થતાં કોંગ્રેસના કાર્યકરો ભારે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.