અર્થની રિમેકથી જેક્લીનનો પત્તો કપાઇ ગયો : સ્વરા ઇન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : શુ તમને વર્ષ ૧૯૮૨માં આવેલી મહેશ ભટ્ટની ક્લાસિક ફિલ્મ અર્થ યાદ છે કે કેમ. આ ફિલ્મમાં શાબાના આઝમી, સ્મિતા પાટીલ, રાજકિરણ અને કુલભુષણ ખરબંદાએ યાદગાર ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ આ તમામ કલાકારો માટે યાદગાર બની ગઇ હતી. તમામ કલાકારોની કેરિયરમાં આ ફિલ્મના કારણે તેજી આવી ગઇ હતી. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે ફિલ્મની હિન્દી રીમેક બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાંથી મુળ રીતે જેક્લીનને હવે બહાર કરી દેવામાં આવી છે. પહેલા એવા સમાચાર હતા કે જેક્લીન ફિલ્મમાં શાબાના આઝમીની ભૂમિકા અદા કરનાર છે.

જો કે હવે એવા સમાચાર મળ્યા છે કે ફિલ્મમાંથી જેક્લીનનો પત્તો કપાઇ ગયો છે. હવે જાણવા મળ્યુ છે કે ફિલ્મમાં તેની જગ્યાએ સ્વરા ભાસ્કરને લેવામાં આવી છે. મહેશ ભટ્ટે વર્ષ ૨૦૧૭માં જ જાહેરાત કરી હતી કે તેઓ અર્થની રીમેક બનાવનાર છે. થોડાક દિવસ પહેલા એવા હેવાલ આવ્યા હતા કે અભિનેત્રી જેક્લીનને ફિલ્મ માટે લેવામાં આવી છે.

જો કે હવે સ્વરા ભાસ્કરને લેવાઇ હોવાના હેવાલ મળ્યા છે. સ્વરા અર્થ ફિલ્મ નિહાળી ચુકી છે. તેને આ ફિલ્મ ખુબ પસંદ પડી હતી. તેને જ્યારે આ ફિલ્મની ઓફર કરવામાં આવી ત્યારે તે તરત જ રાજી થઇ ગઇ હતી. તે ટુંક સમયમાં જ ફિલ્મના નિર્માણ મામલે કામ શરૂ કરશે. સ્વરા નિલ બટ્ટે સન્નાટા બાદ વધુ એક મહિલા પ્રધાન ફિલ્મમાં કામ કરવાને લઇને આશાવાદી છે. અર્થ રીમેકને રેવતી નિર્દેશન કરનાર છે. રેવતીએ જ આ ફિલ્મની તમિળ રીમેકમાં ભૂમિકા કરી હતી.

Share This Article