જેકલીન ફર્નાન્ડિસ બની ઓટીટી સ્પેસમાં કામ કરનારી પ્રથમ અભિનેત્રી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલીવૂડમાં સૌથી વધારે ચર્ચામાં રહેતી અભિનેત્રીઓમાંની એક અને કમર્શિયલ સિનેમા જગતનું ફેમશ નામ, જેકલીન ફર્નાન્ડિસ. જેકલીન વેબ સિરિઝ કરવાનો નિર્ણય લઈ ડિજિટલ પ્લેટફોર્મ પર શરૂઆત કરી છે અને સફળતાની વધુ એક સીડી ઉપર ચડી છે.

જેકલીન ફર્નાન્ડિસ ઓટીટી સ્પેસમાં કામ કરનારી પ્રથમ અભિનેત્રી બની ગઈ છે. આ સમાચાર મળતાં જ જેકલીનના ફેન્સમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ઓનસ્ક્રિન અને સોશિયલ મીડિયામાં હંમેશા છવાયેલી રહેતી અભિનેત્રીએ ડિજિટલ ડેબ્યૂ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધાં છે.

જેકલીન પહેલી વેબ સિરિઝમાં એક સિરિયલ કિલરનું પાત્ર ભજવશે. હંમેશા સુંદર દેખાવ અને સ્ટાઈલથી લોકોના દિલ જીતવામાં સફળ રહેલી જેકલીન હવે એક હત્યારાનું પાત્ર ભજવવા માટે તૈયાર છે.

સોશિયલ મીડિયા પર પોતાનો દબદબો જાળવી રાખનાર અને લોકપ્રિયતાન શિખરો સર કરનાર જેકલીન એક કવરપેજ માટે સાઇન કરી છે અને હવે અભિનેત્રી ડિજિટલ કવર પર છવાઈ જવા માટે તૈયાર છે.

Share This Article