જાપાનનો પેલેસ્ટાઈનને ઝટકો,UNRWAને આપવામાં આવતું ફંડિંગ રોકવાનો ર્નિણય કર્યો
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ હવે રસપ્રદ વળાંક પર પહોંચી ગયું છે. યુદ્ધ વચ્ચે અમેરિકા સહિત ૬ દેશોએ સંયુક્ત રાષ્ટ્રની એજન્સી UNRWAને આપવામાં આવતું ફંડ બંધ કરી દીધું છે. ઈઝરાયેલે UNRWA નામની સંસ્થાના ૧૨ કર્મચારીઓ પર ૭ ઓક્ટોબરના હુમલામાં હમાસ આતંકવાદીઓ સાથે સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. હવે જાપાને પણ યુએનઆરડબલ્યુએનું ફંડિંગ રોકવાનો ર્નિણય લીધો છે. જાપાને પેલેસ્ટાઈનને મોટો ઝટકો આપ્યો છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં દરરોજ અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને, ઘણા દેશો શરણાર્થીઓ માટે UNRWAને ભંડોળ આપી રહ્યા હતા. પરંતુ ઈઝરાયેલે UNRWA નામની સંસ્થાના ૧૨ કર્મચારીઓ પર ૭ ઓક્ટોબરના હુમલામાં હમાસના આતંકવાદીઓ સાથે સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ અત્યાર સુધી અમેરિકા, બ્રિટન, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, ફિનલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને ઈટાલીએ UNRWAને ફંડ નહીં આપવાની જાહેરાત કરી છે. આ મુદ્દે જાપાને કહ્યું કે તે ઇઝરાયલના આરોપો બાદ પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે યુએન એજન્સીને ફંડિંગ સ્થગિત કરવામાં અન્ય દેશો સાથે જાેડાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એજન્સીએ ઈઝરાયેલના આરોપો પર ઘણા કર્મચારીઓને કાઢી મૂક્યા છે અને દાવાઓની સંપૂર્ણ તપાસ કરવાનું વચન આપ્યું છે. જ્યારે ઇઝરાયેલે યુદ્ધ બાદ ગાઝામાં UNRWA એજન્સીનું કામ રોકવાની પહેલ કરી હતી. જાપાનના અધિકારીઓનું કહેવું છે કે તેઓ ગયા વર્ષે ૭ ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા આતંકવાદી હુમલામાં UNRWA સ્ટાફના સભ્યોની કથિત સંડોવણીને લઈને ખૂબ જ ચિંતિત છે. જાપાનના વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપોને દૂર કરવાના પગલાં પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે, જાપાન માનવતાવાદી પરિસ્થિતિને સુધારવા અને ગાઝા પટ્ટીમાં શાંતિ સ્થાપિત કરવા માટે સતત અને સક્રિય રાજદ્વારી પ્રયાસો કરવાનું ચાલુ રાખશે. અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને સહાય પૂરી પાડીને શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિને નિયંત્રિત કરવી જાેઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ લાંબા સમયથી યુએનઆરડબ્લ્યુએ સહિત સંયુક્ત રાષ્ટ્રની વિવિધ શાખાઓ પર પક્ષપાત અને યહૂદી વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યું છે.
ટેલાવને પાવર ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે ₹20 કરોડના વ્યૂહાત્મક ઇક્વિટી ઇન્ફ્યુઝનની જાહેરાત કરી
નવીન ટ્રાન્સફોર્મર સોલ્યુશન્સની અગ્રણી ઉત્પાદક ટેલાવને પાવર ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે આજે શ્રી રમેશ જયસિંઘાની - પ્રમોટર, પોલિકેબ ઇન્ડિયા લિમિટેડ, તેમની...
Read more