અમદાવાદ : ગુજરાત રાજ્યના જાપાનીઝ સમુદાય સાથે મજબૂત સંબંધો તથા રાજ્યમાં જાપાનીઝ મૂડીરોકાણમાં તેમજ વ્યુહાત્મક ભાગીદારીઓમાં સતત થઈ રહેલા વધારાની સાથે સાથે જાપાન અને ગુજરાત વચ્ચે સતત વાયબ્રન્ટ સાંસ્કૃતિક આદાન-પ્રદાનને ધ્યાનમાં લઈને બિઝનેસ ટ્રાવેલર્સને અપેક્ષિત ન હોય તેવો સારો અનુભવ પૂરો પાડવાના તેમજ વિવિધ સંસ્કૃતિઓ સાથે સમન્વયના ઉદ્દેશ વડે પ્રવાસીઓને સહાયક બનવાની બ્રાન્ડ ફિલોસોફી અનુસાર અમદાવાદ હોટલ દ્વારા અધિકૃત જાપાનીઝ અને સિચુઅન સ્પેશ્યાલિટી રેસ્ટોરન્ટ ‘કુરો’ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં સૌપ્રથમ અને અનોખી પહેલ તરીકે અમદાવાદમાં એસજી હાઇવે પર રેનેસાંસ હોટલ દ્વારા ‘કુરો’ ના રસોઈ કૌશલ્યને પૂરક બને તે રીતે શાકાહારી અને બીનશાકાહારી ક્લાસિક ટેમ્પુરા, સુશી, નીગીરી, અને સાશમી સિગ્નેચર વાનગીઓ વચ્ચે યોગ્ય સમતુલા જાળવવામાં આવી છે. આ રેસ્ટોરન્ટ વિશાળ છે અને આધુનિક હોવા ઉપરાંત ખુલ્લા વાતાવરણનો દેખાવ પૂરો પાડે છે. ગ્રાહકો રસોઈને માણવાનો યોગ્ય અનુભવ પ્રાપ્ત કરી શકે તે હેતુથી વિસ્તૃત ડાઈનીંગ એરીયા તેમજ ઘનિષ્ટ રીતે હળીમળી શકાય તે માટે અલાયદા પ્રાઈવેટ ડાઈનીંગ રૂમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
‘કુરો’ ડીનર માટે સંપૂર્ણપણે ઉપલબ્ધ છે અને એક સાથે ૬૦ માણસોને ભોજન કરાવી શકે છે. રેનેસાંસ, અમદાવાદ હોટલના એક્ઝિક્યુટિવ શેફ સુનિલ ગંગવાલે જણાવ્યું હતું કે, અમે પરંપરાગત જાપાનીઝ વાનગીઓની તરાહ ઉપર ઉત્કૃષ્ટ અને ક્રીએટીવ જાપાનીઝ વાનગીઓ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમાં થોડોક ફેરફાર કરીને તેને ભારતીય આહાર પસંદગીને અનુકૂળ આવે તેવી વાનગીઓ બનાવી છે. ભોજન રસીક લોકો ઉત્તમ સુશી અને સાશામી વાનગીઓનો સ્વાદ માણવાની સાથે સાથે જાપાનીઝ ફલેવર અને વાનગીઓ અંગે ઉંડી સમજ તેમજ દરેક સામગ્રીની વિઝ્યુઅલ અપીલ પણ પ્રાપ્ત કરી શકશે.
અમારી વિશેષતા એ છે કે અમે અમારા જાપાનીઝ ગ્રાહકો માટે પરંપરાગત જાપાનીઝ બોક્સ લંચ કે જેમાં ભાત, માછલી, માંસ અને રાંધેલા અથવા તો અથાણા સાથે ખાઈ શકાય તેવી શાકભાજીનાં બેન્ટો બોક્સ ઓફર કરી રહ્યા છીએ. આ પ્રસંગે ફુડ એન્ડ બેવરેજીસ મેનેજર અજયકુમારે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા અને તેમના સ્વાદને ધ્યાનમાં રાખીને અમે તમામ વાનગીઓ-આઇટમો તૈયાર કરવામાં ભારે કાળજી લીધી છે. જમવાની શોખીન ગુજરાતી પ્રજાને ભોજનનો પૂરો આસ્વાદ માણી તેનો સંતોષ પ્રાપ્ત થાય તે જ અમારો શ્રેષ્ઠતમ પ્રયાસ રહેશે