ચીન અને જાપાન વચ્ચે પણ કેટલાક મુદ્દા અને દ્ધિપને લઇને જોરદાર ખેંચતાણ રહી છે. ચીનના વિસ્તારવાદી વલણના કારણે દુનિયાના દેશો તેનાથી પરેશાન થયેલા છે. જો કે ભારત અને જાપાન સહિતના દેશો પોત પોતાના લક્ષ્યાંકો પર ચિંતા કર્યા વગર આગળ વધી રહ્યા છે. હાલમાં વિવાદાસ્પદ દ્ધિપો પર ચીનની ઘુસણખોરીને રોકવા માટે જાપાન દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચીન અને જાપાન વચ્ચે અનેક મુદ્દા પર મતભેદો નવા નથી. બંને દેશો જુદા જુદા દ્ધીપ પર દાવો કરતા રહ્યા છે. યુદ્ધ જેવી સ્થિતીના કારણે જાપાનના લોકોના વિરોધ બાદ જાપાને ઇશિગાકી બેઝનુ નિર્માણ ધીમુ કરી દીધુ છે.
સાથે સાથે ઉત્તરીય જાપાનમાં અકિતા, પશ્ચિમમાં યામાગુચી અને દક્ષિણ-પશ્ચિમમાં સાગામાં અમેરિકામાં બનાવવામાં આવેલી મિસાઇલ સિસ્ટમને તૈનાત કરવાની બાબતને ટાળી દીધી છે. જાપાને કબુલાત કરી છે કે પહેલા તેને સ્થાનિક ચિંતાઓને દુર કરવાની જરૂર દેખાઇ રહી છે. જો કે જાપાન પોતાના વ્યુહાત્મક લક્ષ્યાંકોને છોડવા માટે પણ તૈયાર નથી. હાલના દિવસોમાં જાપાનના નવા દ્ધિપીય સૈન્ય અડ્ડાના ઉદ્ધેશ્ય આ સિરિઝમાં તેના સ્થળોની સુરક્ષા કરવાનો રહેલો છે. ચીન દ્વારા આ જળમાર્ગો પર જાપાનના નિયંત્રણોનો જોરદાર વિરોધ કરે છે. હાલના દિવસોમાં પૂર્વીય ચીન સાગરમાં જાપાન અને ચીન એકબીજાના દાવ પલટી નાંખવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ચીન જાપાનના વિવાસ્પદ દ્ધિપના નિયંત્રણોને પડકાર ફેંકવા માટે વમાની અને દરિયાઇ અતિક્રમણ વધારીને જાપાનને ઉશ્કેરવા માટે પ્રયાસ કરે છે. બીજી બાજુ જાપાન દ્વારા પણ ચીનનો સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે.
ચીની ઘુસણખોરીને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ચીની વિમાનો અને નૌકાઓને ખદેડી મુકવા માટે જાપાન તૈયાર છે. જાપાને વ્યુહાત્મક મોરચા પર યુદ્ધ વિમાનો અને જહાજાની ગોઠવણી કરી રહ્યુ છે. તે પોતાના પ્રવાસી દ્ધિપ અને મિસાઇલ અડ્ડાની સુરક્ષા માટે દક્ષિણ પશ્ચિમી હિસ્સામાં આર્કસ્વરૂપે દિવાળ બનાવવાની કામગીરીમાં લાગેલુ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જાપાને ઓકિનાવાના દક્ષિણ પશ્ચિમી દ્ધિપ પર વાયુ સેના અને દરિયાકાઠાના સ્થળો પર સુર૭ા મજબુત કરવામાં વ્યસ્ત છે. જ્યાં પહેલાથી જ અમેરિકાના એશિયા પ્રશાંત વિસ્તારમાં સૌથી મોટા નોકાસેન્ય સ્થળ પર દસ હજાર અમેરિકી સેનિકો તૈનાત છે. વર્ષ ૨૦૧૮માં ૨૧૦૦ જવાનોની સાથે જાપાને પ્રથમ વખત અહબીં જળ અને થળ બંને બ્રિગેડનવી તૈનાતી કરી હતી. જે આ દ્ધિપ પર આક્રમકની સ્થિતીમાં જવાબ આપવા માટે તૈયાર છે. દક્ષિણ પશ્ચિમી દીવાળના સંરક્ષણ નિષ્ણાંતો કહે છે કે જાપાન પોતાના દ્ધિપોની સુરક્ષા માટે તાઇવાન તરફે તેના દ્ધિપ પર સૈન્ય અડ્ડા સ્થાપિત કરી દીધા છે. અહીં સેના અને મિસાઇલની તૈનાતી કરવામાં આવી છે.
આના કારણે ચીન પણ પરેશાન દેખાઇ રહ્યુ છે. મિયાકો દ્ધિપ પર માર્ચ મહિનામાં જાપાનની સેલ્ફ ડિફેન્સ ફોર્સે શેરડીના ખેતરોમાં નવા સૈન્ય અડ્ડા સ્થાપિત કરી દીધા છે. જ્યાં ૭૦૦ અને ૮૦૦ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. અહીં જમીન પર હવામાં માર કરતી મિસાઇલો તૈનાત કરવામાં આવી રહી છે. આવા જ સમય પર અમામી ઓશિમો દ્ધિપ પર પણ સૈન્ય બેઝ તૈયાર કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૬માં યોનાગુની ખાતે આવા જ મોરચા ખોલવામાં આવ્યા હતા. એવા હેવાલ પણ મળી રહ્યા છે કે ઇશિગાકી દ્ધિપ પર વર્ષ ૨૦૨૧માં આવી જ જ સુરક્ષા દિવાળ બનાવવામાં આવી રહી છે. ચીન અને જાપાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો સારા રહ્યા નથી. જેથી બંને દેશો પોત પોતાની સુરક્ષા તૈયારીમાં વ્યસ્ત રહ્યા છે. ચીન કેટલાક જળમાર્ગો પર જાપાનના નિયંત્રણને લઇને હમેંશા પોતાની નારાજગી વ્યક્ત કરે છે. બીજી બાજુ ચીનની વિસ્તારવાદી નીતિથી દુનિયાના દેશો સાવધાન છે. જેથી તેને કોઇ તક મળે તેમ કોઇ દેશ હવે તક લેવા માટે તૈયાર નથી. બે મુખ્ય દ્ધિપ પર વિવાદ છે.