નવી દિલ્હી : રાફેલ વિમાન સોદાબાજીને લઇને ચાલી રહેલી ચર્ચા અને વિવાદની વચ્ચે હવે જાપાન ભારતની સાથે વિમાન કરાર કરવાને લઇને ખચકાટ અનુભવ કરે છે. ભારતમાં રાફેલ વિમાનને લઇને હોબાળો થયા બાદ જાપાન સાવધાનીપૂર્વક આ સમજુતીના મામલે આગળ વધવા માટે ઇચ્છુક છે. હિન્દ મહાસાગરમાં નૌકા સેનાની પેટ્રોલિંગ ટુંકડી માટે કેન્દ્ર સરકાર આસમાન અને દરિયામાં ચાલી શકે તે પ્રકારના ૧૨ શિનમેઇવા વિમાન ખરીદવા માટે સતત જાપાનના સંપર્કમાં છે. એક મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જાપાન આ મામલે આગળ વધવાના બદલે આ સોદાને ટાળવા માટેના પ્રયાસમાં છે. આનુ કારણ છે કે રાફેલ સોદાને લઇને ભારતમાં ભારે હોબાળો થઇ રહ્યો છે.
જાપાનના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે અમે રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદને લઇને ભારતમાં ચાલી રહેલી ચર્ચામાં નજર રાખી રહ્યા છીએ. જાપાની અધિકારીએ કહ્યુ છે કે ભારતની સાથે વિમાન સમજુતી કરવા માટે આ યોગ્ય સમય છે તેમ અમને લાગતુ નથી. જા કે બંને દેશો વચ્ચે વાતચીતને લઇને કોઇ વિવાદ નથી. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચીનની સેનાની ઉપસ્થિતી વધી રહી છે. ચીની સેનાની વધતી જતી હાજરીને લઇને ભારત ચિંતતુર પણ છે.
આ જ કારણસર જાપાનની સાથે વિમાન કરાર કરવાને લઇને વાતચીત ચાલી રહી છે. ભારતીય નોકા સેનાની પેટ્રોલિંગ ટીમ માટે અંડમાન અને નિકોબાર દ્ધિપ પર હવાઇ અને દરિયાઇ બંને જગ્યાએ ચાલનાર વિમાન મુદ્દે વાતચીત ચાલી રહી છે. આના બાગરૂપે ૧૨ શિનમેઇવા વિમાનને લઇને વાતચીત ચાલી રહી છે.જાપાનની સરકાર હાલમાં સ્થિતી પર નજર રાખી રહી છે. આગામી દિવસોમાં આ સંબંધમાં વધુ વાતચીત થઇ શકે છે. રાફેલ વિમાનને લઇને ભારતમાં ભારે હોબાળો છે.