Bank holidays January 2026: નવા વર્ષની શરૂઆતના મહિનામાં જો તમે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી છે. જાન્યુઆરી 2026માં દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 16 દિવસ બેંકો બંધ રહેશે. RBIના કેલેન્ડર મુજબ તેમાં 4 રવિવાર અને બીજો-ચોથો શનિવાર પણ સામેલ છે. એટલે કે, યોગ્ય આયોજન વિના બેંક પહોંચશો તો પરત ફરવું પડી શકે. અહીં જુઓ કયા-કયા દિવસે બેંકોમાં કામકાજ નહીં થાય.
જાન્યુઆરી 2026માં ક્યારે-ક્યારે બેંકો બંધ રહેશે?
1 જાન્યુઆરી – ન્યૂ ઈયર ડે અને ગાન-નગાઈના અવસરે કોલકાતા, આઇઝોલ, ચેન્નઈ, ગેંગટોક, ઇમ્ફાલ, ઇટાનગર, કોહિમા અને શિલૉંગમાં રજા રહેશે.
2 જાન્યુઆરી – ન્યૂ ઈયર સેલિબ્રેશન અને મન્નમ જયંતી પર તિરુવનંતપુરમ, આઇઝોલ અને કોચીમાં બેંક હોલિડે રહેશે.
3 જાન્યુઆરી – હઝરત અલીના જન્મદિવસે લખનઉમાં બેંકો બંધ રહેશે.
4 જાન્યુઆરી – રવિવાર, દેશભરમાં સાપ્તાહિક રજા.
10 જાન્યુઆરી – મહિનાનો બીજો શનિવાર, દેશભરમાં બેંકો બંધ.
11 જાન્યુઆરી – રવિવાર, દેશભરમાં સાપ્તાહિક રજા.
12 જાન્યુઆરી – વિવેકાનંદ જયંતી પર કોલકાતામાં બેંકોમાં કામકાજ નહીં થાય.
14 જાન્યુઆરી – મકર સંક્રાંતિ અને માઘ બિહૂના અવસરે અમદાવાદ, ભુવનેશ્વર, ગૌહાટી અને ઇટાનગરમાં બેંકો બંધ રહેશે.
15 જાન્યુઆરી – મકર સંક્રાંતિ, માઘે સંક્રાંતિ, ઉત્તરાયણ પુણ્યકાળ અને પોંગલના અવસરે હૈદરાબાદ, બેંગલુરુ, વિજયવાડા, ચેન્નઈ અને ગેંગટોકમાં બેંકો બંધ રહેશે.
16 જાન્યુઆરી – તિરુવલ્લુવર દિવસ પર ચેન્નઈમાં બેંકોમાં કામ નહીં થાય.
17 જાન્યુઆરી – ઉઝાવર થિરુનલના અવસરે ચેન્નઈમાં બેંકો બંધ રહેશે.
18 જાન્યુઆરી – રવિવાર, દેશભરમાં સાપ્તાહિક રજા.
23 જાન્યુઆરી – નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતી અને સરસ્વતી પૂજા (બસંત પંચમી) પર કોલકાતા, અગરતલા અને ભુવનેશ્વરમાં બેંકો બંધ રહેશે.
24 જાન્યુઆરી – ચોથો શનિવાર, દેશભરમાં બેંકો બંધ.
25 જાન્યુઆરી – રવિવાર, દેશભરમાં સાપ્તાહિક રજા.
26 જાન્યુઆરી – ગણતંત્ર દિવસના અવસરે કાનપુર, ભોપાલ, ચંદીગઢ, દહેરાદૂન અને શ્રીનગર**ને છોડીને બાકીના તમામ સ્થળોએ રજા રહેશે.
બેંક બંધ હોય ત્યારે તમારા કામ અટકી જશે?
સારા સમાચાર એ છે કે બેંક શાખાઓ બંધ હોવા છતાં ડિજિટલ બેંકિંગ સેવાઓ સંપૂર્ણ રીતે ચાલુ રહેશે. UPI ટ્રાન્ઝેક્શન, IMPS, NEFT, RTGS, ATMમાંથી કેશ ઉપાડ, મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગ પર રજાનો કોઈ અસર નહીં પડે. પરંતુ ચેક ક્લિયરન્સ, ડ્રાફ્ટ, લોકર અને બ્રાંચમાં જઈને કરવાના કામ રજાના દિવસોમાં શક્ય નહીં બને.
