જનસેવા કેન્દ્રમાં ૧૦૨ પ્રકારની સેવાઓ એક જ જગ્યાએથી મળશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કલેક્ટર કચેરી, સુભાષબ્રિજ ખાતે રૂા. ૪૯ લાખના ખર્ચે અદ્યતન રીતે નવીનીકરણ થયેલ જનસેવા કેન્દ્રનું મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે ઉદઘાટન કર્યું હતું. 

અગાઉ તે જ જગ્યાએ જનસેવા કેન્દ્ર હતું પરંતુ વધતી વસ્તીને લઇ અનેક પ્રકારના પ્રમાણપત્રો માટે લોકોના ધસારાને કારણે જગ્યા નાની પડતી હતી. તેથી આ નવું જનસેવા કેન્દ્ર આધુનિક સુવિધાઓથી સજ્જ રીતે પૂરતી સગવડતાવાળું  બનાવવામાં આવ્યું છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

આ જનસેવા કેન્દ્ર પરથી ૧૦૨ પ્રકારની વિવિધ સેવાઓ જેવી કે, આવકનો દાખલો, વિધવા સહાયના ફોર્મ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, વિવિધ દાખલાઓ તથા પ્રમાણપત્રો એક જ સ્થળેથી ઝડપથી મળી શકશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

Share This Article