હાલ સિંગલ હોવાનો જાન્હવી કપુરનો દાવો : અટકળ ખતમ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જાન્હવી કપુરનુ નામ સામાન્ય રીતે ધડક ફિલ્મના તેના સહ કલાકાર ઇશાન ખટ્ટર સાથે જોડવામાં આવે છે. જો કે બંને કલાકારો આ સંબંધોને લઇને કેટલીક વખત ખુલાસો કરી ચુક્યા છે. સાથે સાથે કહી ચુક્યા છે કે ફિલ્મ પર બંને ધ્યાન આપી રહ્યા છે. હવે બોલિવુડની આશાસ્પદ સ્ટાર અને યુવા પેઢીમાં લોકપ્રિયતા મેળવી રહેલી અભિનેત્રી જાન્હવી કપુરે કહ્યુ છે કે તે હાલમાં બિલકુલ સિંગલ છે. કોઇની સાથે તે રિલેશનશીપમાં નથી. તેનુ કહેવુ છે કે ઇશાન સાથે તેની માત્ર સારી મિત્રતા રહેલી છે. એક ઇન્ટરવ્યુમાં તે કહી ચુકી છે કે તે સિંગલ છે. તેનુ કહેવુ છે કે આ સંબંધમાં ચાલી રહેલી અટકળો પાયાવગરની છે. તેનુ કહેવુ છે કે ઇશાન સાથે તેની મિત્રતા વધારે સારી છે. કારણ કે તેમની વચ્ચે લડાઇ વધારે થાય છે.

જાન્હવી કપુરે ઇશાનની પ્રશંસા કરતા કહ્યુ છે કે તેના ઇરાદા અને મન સાફ છે. તેની આંખ મનમોહક તરીકે છે. જાન્હવી કપુર પાસે કેટલીક ફિલ્મ રહેલી છે. જે પૈકી એક ફિલ્મ વિતેલા વર્ષોની સુપરહિટ ફિલ્મ દોસ્તનાના નવા ભાગ તરીકે છે. જેમાં તેની સાથે કાર્તિક આર્યન નજરે પડનાર છે. વિતેલા વર્ષોમાં આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને જહોન અબ્રાહમની ભૂમિકા હતી. તેમની સાથે પ્રિયંકા ચોપડા નજરે પડી હતી. હવે આના આગામી ભાગ પર કામ થઇ રહ્યુ છે.

તમામ લોકો સારી રીતે જાણે છે કે જાન્હવી કપુર વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી સ્વર્ગસ્થ શ્રીદેવીની પુત્રી છે. બોની કપુરની પુત્રી હોવાના કારણે તેને ફિલ્મોની ઓફર સતત થઇ રહી છે. બોની કપુર પોતે પણ તેને લઇને એક હોમપ્રોડક્શનની ફિલ્મ બનાવવાની યોજના ધરાવે છે.

Share This Article