જામનગરના વતની ઉષા પરેશ કપૂરનો ‘વર્લ્ડ ક્લાસ બ્યૂટી ક્વીન્સં’માં ઇન્ટરવ્યૂ પ્રકાશિત થતા જામનગરને વૈશ્વિક સ્તરે ગૌરવ પ્રાપ્ત થયું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તાજેતરમાં દિલ્હીમાં આયોજીત મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન 2021 નો ખિતાબ જીતનાર જામનગરના વતની ઉષા પરેશ કપૂરનો અમેરિકાથી પ્રકાશિત થતા આંતરરાષ્ટ્રીય મેગેઝિન ‘વર્લ્ડ ક્લાસ બ્યૂટી ક્વીન્સં’માં ઇન્ટરવ્યૂ પ્રકાશિત થતા જામનગરને વૈશ્વિક સ્તરે ગૌરવ પ્રાપ્ત થયું છે.
અમેરિકાના લગભગ 60 મેગેઝિનનુ સંપાદન કરતા પ્રસિદ્ધ સંપાદક અને મોડેલ ડેરેક ટોકરઝેવ્સકીએ ઉષા કપૂરનો ઇન્ટરવ્યૂ લીધો હતો તેમજ તેઓ ઉષા કપૂરની સફળતાની યાત્રાથી પ્રભાવિત થયા હતાં.

ઉષા કપૂર ખુબજ ડાયનેમિક અને પોઝિટિવ વિચારસરણી ધરાવતી વ્યક્તિ છે. અને અપકેપ નામની સફળ કંપનીના પ્રમોટર છે.

Share This Article