શ્રીનગર : મ્મુકાશ્મીરમાં ત્રાસવાદીઓની સામે સુરક્ષા દળોને સતત મોટી સફળતા હાથ લાગી રહી છે. આજે વધુ એક મોટુ ઓપરેશન પાર પાડીને સુરક્ષા દળોએ બે ખતરના ત્રાસવાદીઓને ઠાર કરી દીધા હતા. તેમની પાસેથી મોતનો મસાલો જપ્ત કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે બડગામમાં સુરક્ષા દળોએ આ કાર્યવાહી હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધાર પર કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. ગઇકાલે મંગળવારના દિવસે સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી. જેમાં હિઝબુલનો ખતરનાક ત્રાસવાદી હિલાલ અહેમદ ઠાર થયો તો. કુલગામમાં પણ હાલમાં પાંચ ત્રાસવાદીઓને ઠાર કરાયા હતા.દક્ષિણ કાશ્મીરના કુલગામમાં સેનાને રવિવારના દિવસે મોટી સફળતા હાથ લાગી હતી.
સેનાએ મોટુ ઓપરેશન પાર પાડીને પાંચ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ કાર્યવાહીમાં એક અધિકારી પણ શહીદ થયા હતા. આઠ કલાકથી પણ વધુ સમય સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારોનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ગયા શનિવારે મોડી રાત્રે સેનાને કેલમ વિસ્તારમાં ત્રાસવાદીઓની ઉપસ્થિતિ અંગે માહિત મળી હતી. આ માહિતી મળ્યા બાદ સેનાની નવ રાષ્ટ્રીય રાયફલ, જમ્મુ-કાશ્મીર પોલીસના એસઓજીની ટુકડી અને કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સની ટીમના જવાનોએ ઓપરેશન હાથ ધર્યું હતું અને કેલમ ગામમાં જોરદાર ઘેરાબંધી કરી હતી. ત્યારબાદ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સર્ચ ઓપરેશન બાદ બે ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવતા ત્રાસવાદીઓનો ખાત્મો થયો હતો. હાલમાં ત્રાસવાદીઓની સામે ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યુ છે. જેના ભાગરૂપે મોટા ભાગના ત્રાસવાદીઓનો હવે ખાતમો થઇ ચુક્યો છે