પાકિસ્તાને શનિવારે રાતે જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ફરી એક વખત સીઝફાયરનો ભંગ કરીને ગોળાબારી શરૂ કરી હતી. જેમાં બીએસએફના બે જવાન વિજય કુમનાર પાંડે અને સત્યનારાયણ જાદવ શહીદ થયા છે. પાકિસ્તાને ભારતની 10 ચોકીઓને ટાર્ગેટ કરી હતી. જેની સામે હવે બીએસએફ દ્વારા પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાના ફાયરિંગમાં 3 નાગરિકો પણ ઘાયલ થયા છે. 30 જેટલા ભારતીય ગામ પાકિસ્તાનના ફાયરિંગનો ભોગ બન્યા છે. આ પહેલા પણ રમઝાન મહિનાના પ્રારંભે પાકિસ્તાને ગોળાબારી કરતા 40000 લોકોનું સ્થળાંતર કરવુ પડ્યુ છે. સરહદ પરના ગામડાઓમાંથી હજારો લોકો ડરના કારણે રાહત છાવણીઓમાં રહેવા માટે મજબૂર બન્યા છે.
હાથરસ નાસભાગ કેસઃ ન્યાયિક તપાસના અહેવાલમાં નારાયણ સરકાર હરિને ક્લીન ચિટ
તારીખ 2 જુલાઈ, 2024 ના રોજ ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી નાસભાગની ઘટના મામલે ન્યાયિક તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં...
Read more