નવી દિલ્હી : હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા જારી રહી છે જેના કારણે એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં એક બાજુ હિમવર્ષાની મજા માણવામાં આવી રહી છે પરંતુ રાજમાર્ગો ઉપર યાત્રી વાહનો અને ટ્રકોની લાંબી લાઇનો લાગી ગઈ છે. કારણ કે, ભારે હિમવર્ષાના કારણે જમ્મુ કાશ્મીરના મુખ્ય માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફ નજરે પડે છે. વાહનો જ્યાં રોકાયા છે ત્યાં જ જીવન અટવાઈ પડ્યું છે. બરફને દૂર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્રણેય રાજ્યોમાં ભારે હિમવર્ષાના કારણે ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઇ છે. પાણીના †ોત બરફમાં ફેરવાઈ ગયા છે. ગઇકાલે દ્રાસમાં તાપમાન માઇનસ ૨૪ સુધી પહોંચી ગયું છે. જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન માઇનસમાં છે. બીજી બાજુ હિમાચલ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં પણ આવી જ હાલત બનેલી છે.
ઉત્તર ભારતમાં કાતિલ ઠંંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે લોકો એકબાજુ પરેશાન થયેલા છે. બીજી બાજુ ધુમ્મસના કારણે અનેક ભાગોમાં અકસ્માતો પણ થયા છે. ટ્રેન અને વિમાની સેવાને પ્રતિકુળ અસર થઇ છે. હવામાનમાં દેશના અનેક ભાગોમાં અસામાન્ય ફેરફારો થઇ રહ્યા છે. આ સ્થિતી અકબંધ રહી શકે છે. બીજા બાજુ હિમાચલ અને કાશ્મીરમાં હિમવર્ષા જારી રહી છે.હવામાન વિભાગે કહ્યુ છે કે પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદાની ભાગોમાં તેની અસર દેખાઇ રહી છે. સતત બીજા દિવસે દિલ્હી અને એનસીઆર સહિત વિવિધ ભાગોમાં સવારે જારદાર વરસાદ થતા ચારેબાજુ અંધારપટ્ટની Âસ્થતી છવાઇ ગઇ હતી. હવામાન વિભાગે ભારે હિમવર્ષા જારી રહેવાની પણ વાત કરવામાં આવી છે. જમ્મુ અને ખીણ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ પડ્યો છે.
ભારે હિમવર્ષાના કારણે જમ્મુ-શ્રીનગર રાજમાર્ગને બંધ કરવાની ફરજ પડી છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આઇએમડી દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન કરવા માટે ચેતવણી જારી કરવામાં આવી છે. સિવિક સંસ્થાઓ અને લોકો માટે રેડ કેટેગરીની નોટીસ જારી કરવામાં આવી છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં હિમવર્ષા અસામાન્ય નથી. દેશભરમાં કાતિલ ઠંડી વચ્ચે રાજસ્થાનમાં ધુમ્મસની સ્થિતી છે. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હાલના સમયમાં સૌથી વધારે ઠંડી પડી રહી છે. લોકો ઠંડીના કારણે ભારે પરેશાન છે. જનજીવન ખોરવાઇ ગયુ છે. ટ્રેન સેવાને પણ અસર થઇ છે.