શ્રીનગર : ઉત્તરીય કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સોપોરે ખાતે આજે સવારે ભીષણ અથડામણ થઇ હતી. આ અથડામણમાં એક ત્રાસવાદી ઠાર થયો હતો. તેની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. માર્યા ગયેલા ત્રાસવાદી પાસેથી પિસ્તોલ પણ મળી હતી. સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યુ છે. બાતમીના આધાર પર આજે સવારે સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતુ. સોપોરેના વાટરગામમાં આ અથડામણ થઇ હતી. બુધવારના દિવસે સીઆરપીએફની છાવણીમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં હાલમાં ત્રાસવાદીઓ સામે જારદાર કાર્યવાહી જારી રહી છે.
વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં ત્રાસવાદીઓની કમર તોડી નાંખવામાં આવી છે. ત્રાસવાદીઓ હવે કેટલાક વિસ્તાર સુધી મર્યાિદત રહી ગયા છે. સેનાના ઓપરેશન ઓલઆઉટને મોટી સફળતા મળી રહી છે. આ વર્ષે ૭૦થી વધારે ત્રાસવાદીઓ માર્યા ગયા છે. જ્યારે તેમના અનેક ટોપ નેતાઓ પણ ફુંકાઇ ગયા છે. પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ તેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા.
ત્યારબાદ ભારતીય સેનાએ ૨૬મી ફેબ્રુઆરીના દિવસે જારદાર જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં ભારતે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી કેમ્પો પર હવાઇ હુમલા કર્યા હતા. જેમાં સેંકડો ત્રાસવાદી માર્યા ગયા હતા. પાકિસ્તાન અને ભારત વચ્ચે ત્યારબાદથી તંગ Âસ્થતી સર્જાયેલી છે. પાકિસ્તાને સરહદ પર ગોળીબાર જારી રાખીને ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડી દેવાના તેના નાપાક પ્રયાસો જારી રાખ્યા છે.