બાંદીપોરા : હોળીના તહેવાર પર જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટેના પ્રયાસ ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જો કે સુરક્ષા દળોએ તેમના ઇરાદા પર પાણી ફેરવી દીધુ હતુ. ગુરૂવારના દિવસે જમ્મુ કાશ્મીરના ત્રણ જુદા જુદા સ્થળ પર સુરક્ષા દળોએ કાર્યવાહી કરી હતી. જેમાં બે ત્રાસવાદીઓ ઠાર થઇ ગયા હતા. ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા હતા. બાંદીપોરાના હાજિનની સાથે કેટલાક અન્ય વિસ્તારોમાં પણ સુરક્ષા દળોએ આક્રમક કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે માર્યા ગયેલા ત્રાસવાદીઓ લશ્કરે તોયબાના હતા. હોળીના તહેવારનો લાભ લઇને લશ્કરે તોયબાના કેટલાક ત્રાસવાદીઓ દેશમાં ઘુસણખોરી કરવા માટેની તૈયારીમાં હતા. બાંદીપોરા, સોપોરે અને બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળોની સાથે જારદાર અથડામણ થઇ હતી. પુલવામા ખાતે સીઆરપીફ કાફલા પર ૧૪મી ફેબ્રુઆરીના દિવસે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા. ત્યારબાદથી ભારતે આક્રમક કાર્યવાહી જારી રાખી છે.
ભારતે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડા પર હવાઇ હુમલા કર્યા હતા. જેમાં તમામ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ત્યારબાદથી પાકિસ્તાને Âસ્થતી તંગ વચ્ચ અંકુશ રેખા પર સતત ગોળીબાર જારી રાખ્યો છે. પાકિસ્તાન ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડી દેવાના સતત પ્રયાસ કરી રહ્યુ છ. પાકિસ્તાનના નાપાક ઇરાદા વારંવાર ખુલ્લા પડી રહ્યા છે. કારણ કે ત્રાસવાદી અડ્ડાને ફુંકી મારવામાં આવ્યા બાદ લશ્કરી સ્થળો પર હુમલા કરવાના પ્રયાસ પાકિસ્તાને કર્યા હતા.