શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આજે સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી.પાટનગર શ્રીનગરના બહારના વિસ્તારમાં મૂંજ ગુડમાં ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેભીષણ અથડામણ થઇ હતી જેમાં ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓલશ્કરે તોઇબાના હતા.
હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ અથડામણશનિવારના દિવસે શરૂ થઇ હતી અને આજ સુધી ચાલી હતી. શનિવારના દિવસે સુરક્ષા દળોનેગુપ્ત માહિતી મળી હતી ત્યારબાદ મુંજગુડમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.સુરક્ષા દળો નજીક પહોંચતા ત્રાસવાદીઓએ ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી. આ ગાળાદરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણની શરૂઆત થઇ હતી જેમાં પાંચજવાન ઘાયલ થયા હતા.
રાત્રિ ગાળામાં ગોળીબાર બંધ કરીદેવામાં આવ્યો હતો પરંતુ આજે સવાર પડતાની સાથે જ ફરીથી ઓપરેશનની શરૂઆત થઇ હતી.સુરક્ષા દળોએ ત્યારબાદ ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ કાર્યવાહીનેધ્યાનમાં લઇને પાટનગર શ્રીનગરમાં ઇન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી હતી.સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઇને શોધખોળ કામગીરી હાથ ધરી હતી. વ્યાપક સર્ચઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તમામ પાંચ સુરક્ષા કર્મીઓને સારવાર માટે હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છેકે, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી કરવામાંઆવી નથી. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અનેવિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્રાસવાદીઓ તોઇબાના હોવાના અહેવાલનેસંપૂર્ણ સમર્થન મળી ચુક્યું છે.