શ્રીનગર : જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઇ છે. આ અથડામણમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ ઠાર થયા છે. જો કે આ વિસ્તારમાં સેનાનુ ઓપરેશન જારી રહ્યુ છે. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદી પાસેથી મોતનો મસાલો કબજે કરવામાં આવ્યો છે. સેનાને શુક્રવારના દિવસે મોડી રાત્રે ત્રાસવાદીઓની ઉપસ્થિતી અંગે માહિતી મળી હતી. સોપોરેના માલ્માપાનપોરા વિસ્તારમાં ત્રાસવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. બેથી ત્રણ ત્રાસવાદીઓ આ વિસ્તારમાં હોવાની માહિતી મળ્યાબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સુચના મળ્યા બાદ સેનાના જવાનો સક્રિય થઇ ગયા હતા. રાષ્ટ્રીય રાયફલ, જમ્મુકાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનો સક્રિય થઇ ગયા હતા. સર્ચ ઓપરેશન વેળા આ અથડામણ શરૂ થઇ ગઇ હતી. સવારમાં ઘેરાબંધ કરવામાં આવી રહી રહી હતી ત્યારે ત્યાં છુપાયેલા ત્રાસવાદીઓએ જોરદાર ગોળીબાર કરી દીધો હતો. જવાબમાં કાર્યવાહી કરવામાં આવતા એક ત્રાસવાદી ઠાર થયો હતો. ત્રાસવાદી ઠાર કરવામાં આવ્યા બાદ હિંસક દેખાવોની આશંકા વચ્ચે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.
ત્રાસવાદીઓ સામે કાર્યવાહી દરમિયાન એક જવાનને ગંભીર ઇજા તઇ હોવાના હેવાલ મળ્યા છે. ઘાયલ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યો હતો. આ પહેલા શુક્રવારના દિવસે કાશ્મીરના શોપિયન જિલ્લામાં ત્રાસવાદીઓ અને સેના વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી. જેમાં એક ત્રાસવાદીને ઠાર કરી દેવામા આવ્યો છે.હાલમાં ત્રાસવાદીઓ સામે જોરદાર ઓપરેશન ચાલી રહ્યુ છે. આ વર્ષે સેંકડો ત્રાસવાદીઓ માર્યા ગયા છે.