નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ ભારત દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પોક)માં ઘુસીને ત્રાસવાદીઓના તમામ અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા બાદ હવે વિશ્વના દેશો ભારતની સાથે દેખાઇ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને અમેરિકાએ ભારતને ત્રાસવાદી કેમ્પો પર ભારતીય સેના દ્વારા ભીષણ હવાઇ હુમલા કરવામાં આવ્યા બાદ આ મુદ્દે સાથ આપીને તેની સાથે ઉભા હોવાની સાફ વાત કરી છે. સાવચેતીની સાથે સાથે નીચે મુજબ છે
- હવાઇ હુમલાના એક દિવસ બાદ ભારત દ્વારા સાવચેતીના તમામ પગલા યથાવત રાખ્યા
- પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા નજીક પોતાના વિસ્તારમાં ટેન્કો ગોઠવી
- ભારતે સરહદ પર પાકિસ્તાનની ગતિવિધી પર તમામ નજર કેન્દ્રિત કરી છે
- સતત બીજા દિવસે બેઠકોનો દોર જારી રહ્યો
- ગઇકાલે પોકમાં હુમલાનો ગાળો ૨૧ મિનિટ સુધી ચાલ્યો હોવાનો દાવો કરાયો
- ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જારદાર હવાઇ હુમલા કર્યા હતા
- પાકિસ્તાનના પોકમાં ચાલી રહેલા તમામ ત્રાસવાદી કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા હતા. ભારતીય હવાઇ દળે આજે વહેલી સવારે હવાઇ હુમલા કર્યા હતા
- ભારતીય હવાઇ દળના વિમાનોએ સતત ૨૧ મિનિટ સુધી ત્રાસવાદી અડ્ડા પર બોંબ ઝીંકયા હતા.
- ૧૨ મિરાજ વિમાનો મારફતે હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં જારદાર હુમલો કરવામાં આવ્યો હતો
- ત્રાસવાદી કેમ્પ પર સતત બોંબ ઝીંકવામાં આવ્યા હતા.જેશે મોહમ્મદના અલ્ફા-૩ કન્ટ્રોલ રૂમ સહિત કેટલાક કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા હતા
- અજિત ડોભાલે સવારે સફળ હુમલો કરવામાં આવ્યા બાદ આ સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી
- હાલમાં સાવધાની રાખવામાં આવી છે. બાલાકોટ અને મુજફ્ફરબાદમાં હુમલા કરવામાં આવ્યા બાદ ત્રણ વાગેથી સવારે બોમ્બ ઝીંકવાની શરૂઆત કરવામાં આવી હતી
- પુલવામા હુમલો કરવામાં આવ્યાના ૧૨ દિવસ બાદ હવાઇ હુમલા કરવામાં આવ્યા
- હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ ભારતીય વિદેશ સચિવ ગોખલેએ પત્રકાર પરિષદ યોજીને હુમલા અંગે માહિતી આપી