જમ્મુ-કાશ્મીરના પૂંછ-રાજોરીમાં સેનાની જડબાતોડ કાર્યવાહી :  પાક.ના 5 સૈનિક ઠાર  

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજોરી સેક્ટરમાં સેનાએ જડબાતોડ કાર્યવાહી કરી છે. આજે પાંચ પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા સાથે જ એક પાકિસ્તાની પોસ્ટને પણ તબાહ કરી નાખી છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના કેટલાક બંકરને તબાહ કરી નાખ્યા છે. સીઝફાયરનું સતત ઉલ્લંઘન કરવા અને આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરનાર પાકિસ્તાનને ભારતીય સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો છે.

સરહદે ગત કેટલાક કલાકોથી મોર્ટાર અને સ્વચાલિત હથિયારો સાથે હુમલા ચાલુ છે. પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખાની પાસે વસાહતો અને અગ્રીમ ચોકીઓ પર ગોળીબાર કરતા સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યુ હતુ. પાકિસ્તાન તરફથી આ હરકત સાંજના સમયે લગભગ સાડા પાંચ વાગે કરવામાં આવી. નાના અને સ્વચાલિત હથિયારોથી કૃષ્ણાઘાટી સેક્ટરમાં ગોળીબારી કરવામાં આવી અને મોર્ટારથી હુમલો કરવામાં આવ્યો હતો.

Share This Article