શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પુછ જિલ્લાના મંડી તાલુકામાં આજે યાત્રી બસ ઉંડી ખીણમાં ગબડી પડતા ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા હતા. સાથે સાથે અન્ય કેટલાક લોકોઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. દુર્ઘટનાની જાણ થયા બાદ બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. એમ કહેવામાં આવ્યુ છે કે બસ શનિવારના દિવસે લોરેન તરફ જઇ રહી હતી.
આ ગાળા દરમિયાન બસ મંડી તાલુકાના પ્લેરા વિસ્તારમાં પહોંચી ત્યારે ડ્રાઇવરે કાબુ ગુમાવી દીધો હતો. જેથી બસ માર્ગની બહાર થઇ ગઇ હતી અને ઉંડી ખીણમાં ખાબકી ગઇ હતી. બનાવમાં ૧૧ લોકોના મોત તો ઘટનાસ્થળે જ થઇ ગયા હતા. બસમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા તે સંબંધમાં માહિતી મળી શકી નથી. બીજી બાજુ મૃત્યુ પામેલા લોકોની ઓળખ પણ હજુ સુધી થઇ શકી નથી.
હાલના સમયમાં જમ્મુ કાશ્મીરમાં કેટલાક માર્ગ અકસ્માતો થયા છે. જે પૈકી મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલ થયેલા લોકોની સંખ્યા ૧૯ જણાવવામાં આવીછે. ઘાયલ થયેલા મોટા ભાગના લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જેથી મોતનો આંકડોવધવાની દહેશત પ્રવર્તી રહી છે. બચાવ કામગીરી ચાલી રહી છે. હોસ્પિટલમાં ખસેડવામાંઆવેલા લોકોને તમામ જરૂરી સારવાર આપવામાં આવી છે.