નવીદિલ્હી : કાશ્મીરને જમીન અને સ્થાયી આવાસ પર ખાસ દરજ્જા આપનાર કલમ ૩૫એને ખતમ કરવાની ચાલી રહેલી અટકળો વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉંમર અબ્દુલ્લાએ આજે કેન્દ્ર સરકારને સ્પષ્ટ ચેતવણી આપી હતી. ઉંમર અબ્દુલ્લાએ આજે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આવો નિર્ણય કરે છે તો ચીનમાં અરુણાચલ કરતા પણ વધારે ખરાબ સ્થિતિ સર્જાશે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. ૩૫એનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે અને આ સપ્તાહમાં જ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ઉંમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, કેન્દ્ર સરકાર અને ગવર્નરની જવાબદારી પ્રદેશમાં ચૂંટણી કરાવવા માટેની છે જેથી ચૂંટણી પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે જરૂરી છે.
લોકોને નિર્ણય કરવાની છુટછાટ આપવામાં આવે તે જરૂરી છે. નવી સરકાર પોતે જ કલમ ૩૫એને સુરક્ષિત બનાવવાની દિશામાં કામ કરશે. અબ્દુલ્લાએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં પાંચ વર્ષ બાદ ચૂંટણી કરાવવા કાશ્મીરની સ્થિતિથી મોદી માટે મુશ્કેલી થઇ શકે છે. ઉંમર અબ્દુલ્લાએ એમ પણ કહ્યું છે કે, રાજ્યમાં સ્થિતિ હાલમાં જટિલ બનેલી છે. આવી સ્થિતિમાં ૩૫એ સાથે કોઇપણ ચેડા કરવાની સ્થિતિ ખતરનાક સ્થિતિ ઉભી થઇ શકે છે.
કેટલાક રાજકીય સંગઠનો અને ડેમોગ્રાફીમાં ફેરફારને લઇને કલમ ૩૫એને દૂર કરવાની સામે વાંધો ઉઠાવી રહ્યા છે. ઉંમરે કહ્યું છે કે, કોઇ ચેડા કરાશે તો સ્થિતિ વધારે ગંભીર બનશે. આ કોઇ ધમકી નથી પરંતુ તેઓ કહેવા માંગે છે કે, આ ચેતવણી સમાન છે. અરુણાચલ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.