જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં મોટી ત્રાસવાદી હુમલાની યોજના નિષ્ફળ કરી દેવામાં આવી છે. જમ્મુ બસ સ્ટેન્ડની નજીક એક બસમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવ્યા છે. આ વિસ્ફોટકો કેટલા પ્રમાણમાં છે તે સંબંધમાં હજુ સુધી માહિતી મળી શકી નથી. બીજી બાજુ આજે સવારમાં જમ્મુ કાશ્મીરના પુછમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ભીષણ ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો હતો.
નાગરિક વિસ્તારોને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને શાહપુર કેરની સેક્ટરમાં મોર્ટાર મારો ચલાવ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાને જોરદાર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન હજુ પણ સ્થિતીને ખરાબ કરવાના પ્રયાસમાં છે. જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ૨૮મી સપ્ટેમ્બરના દિવસે ત્રણ કલાકમાં ત્રણ અથડામણ થઇ હતી. ગંદરબાલમાં સુરક્ષા દળોએ ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ૧૨ કલાકમાં ત્રણ આતંકવાદી હુમલામાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક જવાને પણ પ્રાણોની આહૂતિ આપી હતી. રાજ્યના ગંદરબાલ અને રામબાણ જિલ્લામાં થયેલી ત્રાસવાદી અથડામણમાં જવાનોએ ચાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
રામબાણમાં એક પરિવારને બાનમાં પકડી લેવાના પ્રયાસ કરવાના મામલામાં ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. રામબાણ ઉપરાંત ગંદરબાલ જિલ્લામાં એક ત્રાસવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના આઈજી મુકેશસિંહે રામબાણના બટોટ અથડામણ અંગે માહિતી આપતા કહ્યું છે કે, તમામ બંધકોને છોડાવી લેવામાં આવ્યા છે. આ અથડામણમાં ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા જ્યારે સેનાના એક જવાને પણ પ્રાણોની આહૂતિ આપી છે. તમામ બંધકોને છોડાવી લેવામાં આવ્યા છે. પોલીસના બે જવાન પણ ઘાયલ થયા છે. ઓપરેશનને સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છ ત્રાસવાદીઓએ એક પરિવારના સભ્યોને બાનમાં પકડી લેવાના પ્રયાસો કર્યા હતા.