જમ્મુ કાશ્મીરને લઇને ઘટનાઓના ચક્ર જે ગતિથી ફરી રહ્યા છે તેજ ગતિ સાથે આ બાબત પણ સ્પષ્ટ થતી જઇ રહી છે કે કાશ્મીર અને તેની સાથે જાડાયેલી તમામ પ્રકારના મુદ્દાને લઇને મોદી સરકાર કોઇ પણ પ્રકારના હળવા વલણના મુડમાં નથી. સાથે સાથે આ મુદ્દાને લઇને મધ્યમ માર્ગ અપનાવવા માટે તૈયાર નથી. જ્યાં પણ લોખંડ ગરમ નજરે પડે છે ત્યાં મજબુતી સાથે પ્રહાર કરવામાં આવી રહ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે હવે આક્રમક નિવેદન કરીને આની સાબિતી પણ આપી દીધી છે. તેમનુ નિવેદન સુરક્ષા પ્રત્યે આત્મવિશ્વાસ વધારે છે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયને સાવધાન પણ કરે છે.
રાજનાથ સિંહે કહ્યુ છે કે પરમાણુ હથિયારોને લઇને ભારતની નીતિ બદલાઇ શકે છે. ભારતની નીતિ હજુ સુધી પહેલા પરમાણુ હથિયારોનો ઉપયોગ ભારત કરશે નહીં તે રહી છે. જો કે આ નિતી બદલાઇ શકે છે. ભવિષ્યમાં શુ થશે તેને લઇને કોઇ વાત કરી શકાય તેમ નથી. તમામ બાબતો સ્થિતી પર આધારિત છે. સંરક્ષણ પ્રધાનનુ આ નિવેદન ઇશારા ઇશારામાં એવો સંકેત આપે છે કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને પરોક્ષ રીતે ચેતવણી આપી છે. જે સામાન્ય રીતે વારંવાર પરમાણુ હથિયારોની વાત કરે છે તેમને પણ આ નિવેદન ચેતવણી સમાન છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી બાદ ઇમરાન ખાન બિનજરૂરી રીતે હોબાળો કરી રહ્યા છે. ઇમરાન તો અહીં સુધી કહી ચુક્યા છે કે કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઇ શકે છે. આવા દોરમાં જ્યારે સમગ્ર દુનિયા શાંતિ માટે વાત કરી રહી છે ત્યારે ઇમરાન અર્થહિન વાત કરી રહ્યા છે. પાકિસ્તાન યુદ્ધ માટે તત્પર દેખાય છે. તેની સૈન્ય તૈયારી પૂર્ણ દુનિયા માટે ચિંતાજનક બાબત છે.
ભારતીય સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન પોતાના શ† ભંડારમાં ઝડપથી પરમાણુ હથિયારો અને મિસાઇલોમાં વધારો કરી રહ્યુ છે. સ્વીડનના સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ સંસ્થાના હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૦૯માં પાકિસ્તાનની પાસે આશરે ૬૦ પરમાણુ બોંમ રહેલા છે. જે હવે સંખ્યા વધીને બે ગણી થઇ ગઇ છે. ભારતમાં પણ પરમાણુ બોંબની સંખ્યામાં પણ વધારો થયો છે. જા કે દુનિયાના દેશોને પાકિસ્તાનથી ખતરો વધારે રહે છે. કારણ કે ત્યાંની લોકશાહી સરકાર આઇએસઆઇ, ત્રાસવાદીઓના હાથમાં રહે છે. ત્રાસવાદીઓની મનમાની પર પણ ત્યાં કોઇ અંકુશ નથી. આવી સ્થિતીમાં વારંવાર એવા હેવાલ આવતા રહે છે કે જો પરમાણુ હથિયારો પાકિસ્તાનના હાથમાં આવી જશે તો શુ થશે. આ બાબત પણ વાસ્તવિકતા છે કે પરમાણુ હથિયારોને નાબુદ કરવાની જારશોરથી વાત કરતા દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ દિશામાં ફ્લોપ છે. પાકિસ્તાનના પરમાણુ હથિયારોન કોઇ સંસ્થાની બાજ નજર હેઠળ લાવવામાં આવે તેવા પ્રયાસ હજુ સુધી કરવામાં આવ્યા નથી. આવા તમામ નિવેદન વચ્ચે રાજનાથસિંહનુ નિવેદન ચોક્કસપણે આત્મવિશ્વાસ વધારનાર તરીકે છે. જો પાકિસ્તાન પર આજે અંકુશ મુકાશે નહીં તો આવતીકાલ ખતરનાક બની શકે છે.