જમ્મુ : કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં જનજીવનને પાટા પર લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના લોકોમાં આત્મવિશ્વાસ જગાવવા માટેના તમામ પ્રયાસો કરવાની જવાબદારી ટોપ અધિકારીઓને સોંપવામાં આવી છે. સૌથી મોટી જવાબદારી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલને સોંપવામાં આવી છે. બુધવારના દિવસે દોભાલ કાશ્મીરની શેરિઓમાં ફરતા નજરે પડ્યા હતા. ત્રાસવાદથી પ્રભાવિત એવા શોપિયન વિસ્તારમાં તેઓ સામાન્ય લોકોની સાથે ફરતા દેખાયા હતા. બિરયાની ખાતા પણ નજરે પડ્યા હતા. દોભાલે સામાન્ય લોકોને એવી માહિતી આપવાના પ્રયાસ પણ કર્યા હતા કે કલમ ૩૭૦ની નાબુદી રાજ્યના લોકોના વ્યાપક હિતમાં લેવામાં આવ્યા છે.
તેમને આ નિર્ણયને લઇને ચિંતા કરવાની કોઇ જરૂર નથી. બીજી બાજુ જમ્મુ કાશ્મીરની સ્થિતી પર કેન્દ્ર સરકારની બાજ નજર રહેલી છે. સાથે સાથે ખીણ અને દક્ષિણ કાશ્મીરના લોકોના મુડને સમજી લેવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓની ઘુસણખોરીને રોકવા માટેના પણ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ૧૨મી ઓગષ્ટના દિવસે આવનાર ઇદ ઉલ અજહા અને શુક્રવારના દિવસે નમાજને ધ્યાનમાં લઇને પણ સંચારબંધીમાં રાહત આપવામાં આવી શકે છે.
કલમ ૩૭૦ની નાબુદી બાદ પ્રથમ વખત ખીણમાં આ પ્રસંગ રહેશે જ્યારે વહીવટીતંત્ર અને કેન્દ્ર સરકાર કાશ્મીરી લોકોની પ્રતિક્રિયાને જાણવા માટે પ્રયાસ કરશે. કાશ્મીરી લોકોના મુડ કેવા છે તે જાણવા માટેના પ્રયાસ થશે. તમામ જવાબદારી હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ સંભાળી રહ્યા છે. કાશ્મીરમાં હાલમાં જનજીવનને પાટા પર લાવવા માટેના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. ખીણમાં સુરક્ષા અભૂતપૂર્વ રાખવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર રાજ્યને બે ભાગમાં વહેંચી લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના બિલને સંસદના બંને ગૃહમાં મળી ગયા પછી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે કાશ્મીરના શોપિયાંમાં પહોંચ્યા હતા. દોભાલની તસવીર દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે. અજીત ડોભાલે સ્થાનિક લોકો સાથે કલમ-૩૭૦ અને કલમ-૩૫એની જોગવાઈઓ દૂર કરવાથી જમ્મુ-કાશ્મીરના લોકોને શું ફાયદો થશે તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં તેઓ સુરક્ષા દળોને પણ મળ્યા હતા અને તેમની સાથે પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે વાતચીત કરી હતી.