દુનિયાભરમાં બ્રિટીશ સિક્રકેટ સર્વિસ એજન્ટ જેમ્સ બોન્ડની સિરિઝ પર આધારિત ફિલ્મોના કરોડો ચાહકો રહેલા છે. ભારતમાં પણ જેમ્સ બોન્ડની ફિલ્મને પસંદ કરનાર ચાહકોની સંખ્યા લાખોમાં છે. આ જ બાબતને ધ્યાનમાં લઇને અભૂતપૂવ્ રૂપિયાના ખર્ચ સાથે જેમ્સ બોન્ડ સિરિઝની ફિલ્મો દશકોથી બનાવવામાં આવે છે. જેમાં બોન્ડ ગર્લ અને બોન્ડ અભિનેતા ખાસ રોલમાં દેખાય છે. જા તમે પણ કોઇ બોન્ડ ફિલ્મના રસિયા છો તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે નવી બોન્ડ ફિલ્મમાં અભિનેત્રી તરીકે કોણ રહેશે તેને લઇને ચાલી રહેલી અભિનેત્રી અંગેની અટકળોનો અંત આવી ગયો છે. બોન્ડ સિરિઝની ફિલ્મોની હમેંશાથી દુનિયાભરમાં બોલબાલા રહેલી છે. એમઆઇ૬ એજન્ટ જેમ્સ બોન્ડ ૦૦૭ના કાલ્પનિક પાત્ર પર આધારિત જાસુસી ફિલ્મની બ્રિટીશ સિરીઝ એટલે જેમ્સ બોન્ડ ફિલ્મ સિરિઝ છે.બોન્ડ એમઆઇ ૬ માટે કામ કરનાર બ્રિટીશ સિક્રેટ એજન્ટ તરીકે છે.
જેમ્સ બોન્ડ ૦૦૭ મુળભુત રીતે ઇયાન ફ્લેમિંગ દ્વારા લખવામાં આવેલા પુસ્તકમાં મુળભુત રીતે પાત્ર તરીકે છે. ફિલ્મ ઇતિહાસમાસૌથી લાંબા સમય સુધી સતત ચારેલી ફિલ્મની સિરિઝ તરીકે પણ જેમ્સ બોન્ડને જાવામાં આવે છે. જેમ્સ બોન્ડની ફિલ્મો વર્ષ ૧૯૬૨થી નિર્માણ કરવામાં આવી રહી છે. હજુ સુધી ૨૫ ફિલ્મ બની ચુકી છે. આ સમય ગાળા દરમિયાન ઇઓન પ્રોડક્શન દ્વારા ૨૫ ફિલ્મો તૈયાર કરવામાં આવી છે. જે પૈકી મોટા ભાગની ફિલ્મો પાઇનવુડ સ્ટુડિયો ખાતે તૈયાર કરવામાં આવી છે. ઇઓન સિરિઝમાં જેમ્સ બોન્ડની ભૂમિકામાં હજુ સુધી છ અભિનેતા નજરે પડ્યા છે. જેમાં છેલ્લે હાલમાં ડેનિયલ ક્રેગ ચાલી રહ્યો છે. જેમ્સ બોન્ડ તરીકે જે અભિનેતા કામ કરી ચુક્યા છે તેમાં સિન કોનોરી , ડેવિડ નિવેન, જ્યોર્જ લેઝનેબે, રોજર મુરર, ટિમોથી ડેલ્ટન, પિયર્સ બ્રોસનન અને ડેનિયલ ક્રેગનો સમાવેશ થાય છે. બોન્ડની છેલ્લે સ્પેક્ટર ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.
આ ફિલ્મ ઓક્ટોબર ૨૦૧૫માં રજૂ કરવામાં આવી હતી. ફિલ્મો સાત અબજ ડોલરની કમાણી કરી ચુકી છે. જેમ્સ બોન્ડ હજુ સુધીની ચોથી સૌથી મોટી કમાણી કરનાર સિરિઝ છે. જેમ્સ બોન્ડની ફિલ્મો પાંચ એકેડમી એવોર્ડ પણ પોતાના નામ પર કરી ચુકી છે. અન્ય એવોર્ડ પર પોતાના નામ પર કરી ચુકી છે. વર્ષ ૧૯૭૫ સુધી ઇઓન ફિલ્મની મોટા ભાગની ફિલ્મ અલબર્ટ આર. બ્રોકોલી અને હેરી સલ્ટજમેન દ્વારા સહ નિર્મિત હતી. વર્ષ ૧૯૭૫માં બ્રોકોલી સોલો નિર્માતા તરીકે બની ગયા હતા. થંડરબોલ ફિલ્મના નિર્માણ વેળાના ગાળા દરમિયાન એક માત્ર વખત બ્રોકોલી અને સલ્ટઝમેન કારોબારી નિર્માતા બન્યા હતા. જ્યારે કેવિન મેક્લોરી નિર્માતા તરીકે હતા. વર્ષ ૧૯૮૪થી બ્રોકોલીની સાથે તેમના સ્ટેપસન માઇકલ વિલ્સન નિર્માતા તરીકે જાડાયા હતા. તમામ લોકોને આ અંગેની માહિતી નથી કે ડોક્ટર નંબર ૧૯૬૨ તી લઇને ફોર યોર આઇ ઓન્લી સુધી યુનાઇટેડ આર્ટિસ્ટ દ્વારા ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટેડની જવાબદારી સંભાળી હતી.વર્ષ ૧૯૫૪માં અમેરિકન સીબીએસ ટેલિવીઝન નેટવર્કે લેખક ઇયાન ફ્લેમિંગને જંગ નાણાં ચુકવ્યા હતા. તેમની પ્રથમ નોવલ કસિનો રોયલ માટેના અધિકાર માટે આ નાણાં ચુકવવામાં આવ્યા હતા.
કસિનો રોયલને એક કલાકની ફિલ્મમાં ફેરવી નાંખવા માટે આ નાણાં ચુકવી દેવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં અમેરિકન અભિનેતા બેરી નેલ્સને બોન્ડ તરીકેની ભૂમિકા અદા કરી હતી. જેમ્સ બોન્ડની ફિલ્મોને લઇને જંગી નાણાં ખર્ચ કરવામાં આવે છે. બોન્ડ ફિલ્મ તૈયાર કરતી વેળા દશકોથી સૌથી નવી ટેકનોલોજીનો ઉપયોગ શુટિંગ વેળા કરવામાં આવે છે. આ એક્શન ફિલ્મમાં દરેક રોલને ખુબ સાવધાનીપૂર્વક તૈયાર કરવામાં આવે છે. બોન્ડ ફિલ્મમાં જેમ્સ બોન્ડની ભૂમિકામાં રહેનાર અભિનેતાની કુશળતા અને એક્શન પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. બોન્ડ ફિલ્મ સિરિઝની ફિલ્મમાં કામ કરવા માટે ટોપની અભિનેત્રીઓ પણ ઉત્સુક રહે છે. અલબત્ત બોન્ડ ફિલ્મમાં એક્શનની સાથે સાથે એક બે બેડરૂમ સીન ઉમેરવામાં આવે છે. જેથી કેટલીક અભિનેત્રી આ ફિલ્મમાં કામ કરી શકી નથી. ડેનિયલ ક્રેગની સાથે હવે ક્યુબાની અભિનેત્રી કામ કરવા જઇ રહી છે. હોલિવુડ સ્ટાર હેલ બેરી પણ બોન્ડ ફિલ્મમાં કામ કરી ચુકી છે. તેન ભૂમિકાની એ વખતે જોરદાર પ્રશંસા થઇ હતી. ભારતમાં બોન્ડ ફિલ્મના લાખો ચાહકો રહેલા છે. જે એક્શનથી ભરપુર બોન્ડ ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોતા રહે છે. આ વખતે બોન્ડ ફિલ્મનુ નામ હજુ જાહેર કરાયુ નથી.