અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા જમાલપુર ફ્લાય ઓવરબ્રિજ નીચે ફાયર સ્ટેશન સામે આવેલા ત્રણ ગાળામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત અંદાજે ૨૫૦ વાહનના પાર્કિગની વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં કવાયત આરંભાઈ છે. નગરજનોને જમાલપુર બ્રીજ નીચે પા‹કગની નવી સુવિધા પ્રાપ્ત થવાથી આ વિસ્તારમાં પાર્કિગની માથાના દુખાવા સમાન બનેલી સમસ્યા કંઇક અંશે પણ હલ થઇ શકશે. આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ તંત્ર દ્વારા જમાલપુર ફ્લાય ઓવરબ્રિજની નીચે ૨૦૦ ટુ વ્હીલર અને ૫૦ ફોર વ્હીલર પાર્ક કરવા માટેના પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ મહત્તમ ઓફરદાર એમ.એચ.એલ. કન્સ્ટ્રકશનની રૂ. ૪.૩૪ લાખની ઓફર મંજૂર કરીને આ ઓફરદારને પાંચ વર્ષ માટે પાર્કિગનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મુકાઈ છે.
જમાલપુર બ્રિજની નીચે લાંબા સમયથી કેટલાક માથાભારે ત¥વોએ ગેરકાયદે પે એન્ડ પાર્ક શરૂ કર્યું હતું, જે અંગે અવારનવાર સત્તાવાળાઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો અને ફરિયાદો કરાઈ હતી. જોકે હવે કાયદેસરના પે એન્ડ પાર્ક માટેનો કોન્ટ્રાક્ટ તંત્ર માન્ય ઓફરદારને અપાનાર હોઈ તેનાથી મ્યુનિસિપલ તિજોરીને આવક થશે તેમજ માથાભારે ત¥વોનો ત્રાસ દૂર થશે તેવો દાવો તંત્ર દ્વારા કરાયો છે. આ ઉપરાંત ભદ્રકાળી માતા મંદિર પાસેના આઈપી મિશનચોક અને અખંડાનંદ આયુર્વેિદક કોલેજ આગળની ખુલ્લી જગ્યામાં પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ પણ અપાશે. સત્તાવાળાઓ દ્વારા સારંગપુર સર્કલ પરના આઈલેન્ડ તથા રોડ પૈકીની જગ્યા પર પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ માટે મહત્તમ ઓફરદાર શૈલેશ રજનીકાંતની રૂ. ૬.૫૦ લાખની ઓફરને મંજૂર કરવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરાયાં છે.
આ બંને જગ્યાએ પે એન્ડ પાર્ક માટેના કોન્ટ્રાક્ટથી મ્યુનિસિપલ તિજોરીને કુલ રૂ. ૧૨.૪૧ લાખની આવક થશે અને ૨૦૦ ટુ વ્હીલર તેમજ ૭૦થી ૮૦ ફોર વ્હીલરને પાર્ક કરી શકાશે. જોકે કાલુપુર દરવાજા પાસેના દબાણગ્રસ્ત મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટ પરના કોમર્શિયલ બાંધકામને દૂર કરનાર મધ્ય ઝોનના સત્તાવાળાઓ રહેણાકને લગતા દબાણને હજુ સુધી હટાવી શકા્યા નથી. રહેણાકના દબાણને હટાવવા માટેની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ છે, પરંતુ પ્લોટનો જેટલો હિસ્સો દબાણમુક્ત કરાયો છે તેટલા હિસ્સામાં પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં સત્તાધીશોને સફળતા પણ નથી. રહેણાકના દબાણ દૂર કરાયા બાદ જ ત્યાં લોકોને પે એન્ડ પાર્કની સુવિધા આપી શકાશે એમ સૂત્રોનું માનવું છે.