તહેવારની સીઝન પેહલા ફરી આવી ગયું છે જલસા એક્ઝિબિશન!! જે મહિલાઓ ઘ્વારા મહિલાઓ માટે કરવામાં આવે છે ..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તહેવારની સીઝન પેહલા અમદાવાદની મહિલાઓ માટે ફરી આવી ગયું છે જલસા એક્ઝિબિશન!! જે મહિલાઓ ઘ્વારા ચાલતા બિઝનેસને પ્રોત્સાહન આપે છે. એક્ઝિબિશનના આયોજક શિખા અગ્રવાલ એ જણાવીયુ કે અમદાવાદનું સૌથી મોટું જલસા એક્ઝિબિશન આ વખતે 6 અને 7 ઓગસ્ટ દરિમયાન ,ડી કે પટેલ હોલ,અમદાવાદ ખાતે એક્ઝિબિશનનું આયોજન કરેલ છે. આ એક્ઝિબિશનમાં 60થી વધુ સ્ટોલ્સમાં મેરેજ કલેક્શન, ડિઝાઇનર વેર જ્વેલરી,કિડ્સ વેર, મુખવાસ, ચણીયા ચોલી , રેડીમેડ બ્લાઉસ , ફેશન એસેસરીઝ અન્ય ફેશનેબલ વસ્તુઓ મળી રહેશે.

જલસા એક્ઝિબિશન કે જ્યાંથી તમે રક્ષા બંધન નિમિતે રાખડી,ટ્રેન્ડી ડ્રેસીસને તમારા વોર્ડ્રોબમાં એડ કરી શકશો અને સ્ટાઇલશ ડ્રેસિસની ખરીદી કરી શકશો. જલસા ઇવેન્ટ ઘ્વારા અત્યાર સુધી 200 થી વધારે એક્ઝિબિશનું આયોજન કરાયું છે . આ એક્ઝિબિશનને પણ લોકો ઘ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Share This Article