જેક્લીનની ડ્રાઇવ ફિલ્મ હવે સાતમી સપ્ટેમ્બરે રજૂ કરાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : રેસ-૩ ફિલ્મમાં કામ કર્યા બાદ ફિલ્મની સફળતા બાદ જેક્લીન હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. તેની હવે ડ્રાઇવ નામની ફિલ્મ રજૂ થનાર છે. આ ફિલ્મ સાતમી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેમાં તેની સાથે સુશાંત સિંહ રાજપુત મુખ્ય રોલ કરી રહ્યો છે. ફિલ્મ ભરપુર એક્શનથી ભરેલી રહેશે.

બન્નેની જોડી પણ પ્રથમ વખત સાથે આવી રહી છે. જેક્લીનની સલમાન સાથેની ફિલ્મ રેસ-૩ બોક્સ ઓફિસ પર ભારે ધુમ મચાવી ચુકી છે. આ ફિલ્મમાં તેની સાથે ડેઝી શાહ, બોબી દેઓલ અને અનિલ કપુરની પણ ભૂમિકા છે. જેકલીન પણ બોલિવુડના અન્ય કલાકારોની જેમ સલમાનની સાથે સારા સંબંધના કારણે સતત સફળતા હાંસલ કરી રહી છે. દબંગ સ્ટારના કારણે સતત સફળતા હાસલ કરીને તે આજે નંબર વનની રેસમાં દેખાય છે. ડેઝી શાહ પણ સલમાન સાથે સારા સંબંધ ધરાવે છે. દિપિકા અને પ્રિયંકા ચોપડા પહેલાથી જ હોલિવુડની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હવે જેક્લીન પણ એન્ટ્રી કરી રહી છે. જેક્લીન બોલિવુડમાં હાલ સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી આવી છે.

બોલિવુડમાં પોતાના ગ્લેમરના કારણે ખાસ ખાસ ચર્ચા જગાવી ચુકેલી જેક્લીન હવે હોલિવુડમાં પણ એન્ટ્રી કરી ચુકી છે. જેક્લીન લોકપ્રિયતાના મામલે અન્ય અભિનેત્રીઓને પાછળ છોડી ચુકી છે. તમામ નવી સ્ટારમાં તેની બોલબાલા સૌથી વધારે દેખાઇ રહી છે. લોકોની પસંદગીના મામલે પણ તે ટોપ સ્ટાર તરીકે ઉભરી આવી છે. આવનાર વર્ષમાં તે અભિનેત્રી તરીકે પોતાની સ્થિતી વધારે મજબુત કરી શકે છે. કારણ કે સારા નિર્માતા નિર્દેશકો સાથે તેને ફિલ્મ મળી રહી છે. નંબર વનની રેસમાં તે સૌથી આગળ દેખાઇ રહી છે.

Share This Article