જયપુર-મુંબઇ ઈન્ડિગો ફ્લાઇટને બ્મેબથી ઉડાવી દેવાની ધમકી અંતે ટીખળ નીકળી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મંગળવારે વહેલી સવારે ઇન્ડિગો કોલ સેન્ટર પર ફોન દ્વારા જયપુર-મુંબઇ ફ્લાઇટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. ધમકીના પગલે એરપોર્ટ તંત્રમાં દોડધામ થઇ હતી.

મામલાની જાણ થતા બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (બીટીએસી)એ તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી. જેમાં વિશેષ ચપાસ કરી આવેલ કોલને વિશિષ્ટ ખતરા તરીકે જાહેર કરી દીધો.

પ્રાપ્ત માહિતી મુજબ જયપુર-મુંબઇની ફ્લાઇટને બેમ્બથી ઉડાવી દેવાની ધમકી અંતે કોઇ એફવા કે કોઇની હેરાનગતિ હેવાનું બહાર આવતા તપાસનીસ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

જ્યારે બીજી તરફ અમદાવાદથી કોલકાતા જતી ફ્લાઇટ સાથે બર્ડ હિટ થતાં મુસાફરો જીવ અધ્ધર થઇ ગયા હતા, જોકે, પાઇલોટની સમયસૂચકતાને કારણે મોટા દૂર્ઘટના ચળી હકી અને તમામ પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો.

Share This Article