નવી દિલ્હી: જૈન મુનિ તરૂણ સાગરજી મહારાજનુ આજે વહેલી પરોઢે અવસાન થતા તેમના કરોડો સમર્થકો અને અનુયાયી લોકોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. ૫૧ વર્ષીય તરૂણ સાગરજી મહારાજ લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. પૂર્વીય દિલ્હીના કૃષ્ણા નગર વિસ્તારમાં સ્થિત રાધાપુરી જૈન મંદિરમાં વહેલી પરોઢે આશરે ત્રણ વાગે તરૂણ સાગરજી મહારાજે અંતિમ શ્વાસ લીધા હતા.આજે તેમના મોડેથી અંતિમસંસ્કાર કરવામાં આવનાર છે. ગાજિયાબાદમાં મુરાદનગર સ્થિત તરૂણાસાગરમ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે.
દિગમ્બર જૈન મુનિને તેમના પ્રવચનો માટે કરોડો લોકો ઓળખે છે. કડવા પ્રવચનોના નામથી તેઓ સમાજને સંદેશા આપતા હતા. તેઓસમાજ અને રાષ્ટ્ર જીવનના મુખ્ય મુદ્દા પર તીખા શબ્દોથી પોતાની પ્રતિક્રિયા આપવા માટે જાણીતા હતા. જૈન સમાજમાં ખુબ જ લોકપ્રિય એવા તરૂણ સાગરજી મહારાજ છેલ્લા કેટલાક સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેમને કેટલીક તકલીફ થઇ ગઇ હતી. આશરે ૨૦ દિવસ પહેલા જ તેમને સારવાર માટે એક ખાનગી હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આરોગ્યમાં કોઇ સુધારો ન થવાના કારણે તરૂણ સાગરજી મહારાજે તેમની સારવાર બંધ કરાવી લીધી હતી. છેલ્લા કેટલાક દિવસથી તેઓ રાધાપુરી જૈન મંદિરમાં સંથારા કરી રહ્યા હતા. સંથારા જૈન ધર્મની એ પરંપરા છે જે હેઠળ સંતો મૃત્યુ સુધી અનાજ ત્યાગી દે છે. મધ્યપ્રદેશમાં ૧૯૬૭માં તેમનો જન્મ થયો હતો. તરૂણ સાગરજીનુ વાસ્તવિક નામ પવન કુમાર જૈન હતુ.
જૈન સંત બનવા માટે તરૂણ સાગરજી મહારાજે આઠમી માર્ચ ૧૯૮૧ના દિવસે ઘર છોડી દેવાનો નિર્ણય કર્યો હતો અને ઘરેથી નિકળી ગયા હતા. તેમને હરિયાણા વિધાનસભામાં પણ એક વખતે પ્રવચન માટે બોલાવવામાં આવ્યા હતા. તેઓ ક્રાÂન્તકારી સંતના નામથી પણ ભારે લોકપ્રિય થયા હતા. સામાજિક મુદ્દા પર પોતાના અભિપ્રાય જારદાર રીતે રજૂ કરવામાં તેમની કુશળતા હતી. હરિયાણાના શિક્ષણ પ્રધાન રામબિલવાસ શર્મા દ્વારા એક વખતે તરૂણ સાગરજી મહારાજને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ નિમંત્રણને સ્વીકાર કરીને તેઓ ૨૬મી ઓગષ્ટ ૨૦૧૬ના દિવસે હરિયાણા વિધાનસભામાં સંબોધન કરવા માટે પહોંચ્યા હતા.
પોતાની પરંપરા મુજબ તરૂણ સાગર એ દિવસે પણ કોઇ પણ વસ્ત્રોપહેર્યા વગર જ પહોંચ્યા હતા. આના પર ડડલાનીએ લખ્યુ હતુ કે જા આપે આ લોકો માટે મત આપ્યા તો તમે આ બકવાસ માટે જવાબદાર રહેશો. નો અચ્છે દિન જસ્ટ નો કચ્છે દિન. આ Âટ્વટ બાદ મ્યુઝિકલ સંગીતકાર વિશાળ ડડલાનીની ચારેબાજુ ભારે ટિકા થઇ હતી. ત્યારબાદ ડડલાનીએ જૈન મુનિની સમક્ષ કાન પકડીને જૈન સમુદાયની માફી માંગી હતી. પરંપરા પંચ માફી મુજબ ક્ષમાની માંગ કરવામાં આવી હતી. કડવા પ્રવચનો માટે તરૂણ સાગરજી મહારાજને ભારત અને વિદેશમાં લોકો ઓળખે છે. માત્ર ૧૩ વર્ષની વયે તરૂણ સાગરજી મહારાજે ઘર છોડી દીધો હતો. મુનિ તરૂણ સાગરજીએ ૨૦ વર્ષની વયમાં જ દિગમ્બર મુનિની દિક્ષા મેળવી લીધી હતી. કડવા પ્રવચનોના નામે તેમના કેટલાક પુસ્તકો પણ પ્રકાશિત કરવામાં આવી ચુક્યા છે.