મુંબઈ : જેગુઆર લેન્જ રોવરે ભારતમાં તેનાં વિદ્યુતિકરણ કરેલાં ઉત્પાદોને લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. ૨૦૨૦ સુધી તેના સંપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વિદ્યુતિકરણ વિકલ્પો રજૂ કરવાની જેગુઆર લેન્ડ રોવરની વૈશ્વિક કટિબદ્ધતાની રેખામાં જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા હાઈબ્રિડ વાહનોથી બેટરી ઈલેક્ટ્રિક વેહિકલ્સ (બીવીઈ) સુધીની ઘણી બધી પ્રોડક્ટો ૨૦૧૯ના આરંભથી આગામી થોડાં વર્ષોમાં ઓફર કરવાનો પ્રસ્તાવ ધરાવે છે.
૨૦૧૯ના અંત સુધી જેગુઆર લેન્ડ રોવર તેનાં લેન્ડ રોવરનાં પ્રથમ હાઈબ્રિડ વાહનો રજૂ કરશે. જેગુઆર લેન્ડ રોવર ૨૦૨૦ના અર્ધવાર્ષિકમાં તેનું પ્રથમ બેટરી ઈલેક્ટ્રિક વેહિકલ જેગુઆર આઈ- પેસ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.
જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા લિ. (જેએલઆરઆઈએલ)ના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર રોહિત સુરીએ જણાવ્યું હતું કે જેગુઆર લેન્ડ રોવર વધુ સક્ષમ ભવિષ્ય પ્રત્યે પોતાને કટિબદ્ધ રાખવા કેન્દ્રિત છે અને અમારા એન્જિનિયરોએ આ માર્ગ પર અમને આગળ રાખવા માટે યોગ્ય પ્રોડક્ટો વિકસાવી છે. સરકારનાં ઈલેક્ટ્રિક વેહિકલ્સ પર ભારની રેખામાં જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાના પોર્ટફોલિયોમાં ઈલેક્ટ્રિફાઈડ વાહનો રજૂ કરવામાં આવશે. કંપની ભારત સરકાર દ્વારા ફેમ-૨ની રજૂઆત કરાઈ અને દેશમાં ર્ચાજિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ પર એકાગ્રતાથી પ્રોત્સાહિત છે. આને કારણે ટૂંક સમયમાં જ ઈલેક્ટ્રિક વાહનોના બધા પ્રકાર ઝડપથી અપનાવવામાં મદદ થશે.
ભારતમાં જેગુઆર પ્રોડક્ટ પોર્ટફોલિયો
ભારતમાં જેગુઆર રેન્જમાં XE (₹ ૪૦.૬૧ લાખથી શરૂ), XF (₹ ૪૯.૭૮ લાખથી શરૂ), F-PACE ( ₹ ૬૪.૬૪ લાખથી શરૂ), XJ (₹ ૧૧૧.૩૦ લાખથી શરૂ ) અને F-TYPE (₹ ૯૦.૯૩ લાખથી શરૂ )નો સમાવેશ થાય છે. સર્વ કિંમતો ભારતમાં એક્સ- શોરૂમ છે.
ભારતમાં લેન્ડ રોવર પ્રોડક્ટ પોર્ટફોલિયો
ભારતમાં લેન્ડ રોવર રેન્જમાં Discovery Sprot (₹ ૪૪.૬૮ લાખથી શરૂ), Range Rover Evoque (₹ ૫૨.૦૬ લાખથી શરૂ), All-New Discovery (₹ ૭૪.૯૫ લાખથી શરૂ), New Range Rover Velar (₹ ૮૨.૯૦ લાખથી શરૂ), Range Rover Sprot (₹ ૧૦૩.૭૪ લાખથી શરૂ) અને Range Rover (₹ ૧૮૧.૮૬ લાખથી શરૂ). સર્વ કિંમતો ભારતમાં એક્સ- શોરૂમ કિંમતો છે.
ભારતમાં જેગુઆર લેન્ડ રોવર રિટેઈલર નેટવર્ક
જેગુઆર લેન્ડ રોવરનાં વાહનો ભારતમાં ૨૭ અધિકૃત આઉટલેટ્સ થકી અમદાવાદ, ઔરંગાબાદ, બેન્ગલુરુ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, કોઈમ્બતુર, દિલ્હી, ગુરગાવ, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, કોલકતા, કોચી, કરનાલ, લખનૌ, લુધિયાણા, મેન્ગલોર, મુંબઈ, નાગપુર, નોઈડા, પુણે, રાયપુર, વિજયવાડા અને સુરતનો સમાવેશ થાય છે.