મુંબઇઃ જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા ૧ એપ્રિલ ૨૦૧૯થી અસરમાં આવે તે રીતે પસંદગીના વાહનોની કિંમતમાં ૪ ટકા સુધીનો વધારો કરશે.
જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા લિમીટેડ (જેએલઆરઆઇએલ)ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રોહીત સુરીએ જણાવ્યું હતું કેઃ “ભારતમાં જેગુઆર લેન્ડ રોવર વૈશ્વિક કક્ષાની પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો ઓફર કરે છે જે પ્રેરણા અને રોમાંચ આપે છે. કિંમતમાં કરાઇ રહેલો આ વધારો સંપૂર્ણ રીતે ફૂગાવાત્મક છે અને અમને ખાતરી છે કે બે વૈશ્વિક આઇકોનિક બ્રાન્ડઝ જેગુઆર અને લેન્ડ રોવર પ્રવર્તમાન અને નવા ગ્રાહકોને આકર્ષવાનું સતત રાખશે.”
ભારતમાં જેગુઆર પોર્ટફોલિયોમાં XE, XF, XJ અને F-PACEનો સ્થાનિક ધોરણે ઉત્પાદિત કરાયેલ અને હ્લ-્રૂઁઈનો સમાવેશ થાય છે. લેન્ડ રોવર પોર્ટફોલિયોમાં ડીસકવરી સ્પોર્ટ અને રેન્જ રોવર ઇવોકનો સ્થાનિક તરીકે ઉત્પાદિત પ્રોડક્ટ્સ તરીકે તેમજ રેન્જ રોવર વેલાર, રેન્જ રોવર સ્પોર્ટ અને ડિસકવરીનો પણ સમાવેશ થાય છે.
જેગુઆર લેન્ડ રોવર પ્રોડક્ટ્સનું વેચાણ ભારતમાં ૨૫ શહેરોમાં ૨૭ કેન્દ્રો પરથી થાય છે. ગ્રાહકોને ઓનલાઇન બુકીંગ કરાવવાનો વિકલ્પ છે.