ગેડન, યુકે: જેગુઆરે ગેડનમાં તેનો નવો સમર્પિત ડિઝાઈન સ્ટુડિયો રજૂ કર્યો છે, જે તેના 84 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એક હેતુ- નિર્મિત ક્રિયેટિવ સ્પેસમાં સંપૂર્ણ ડિઝાઈન ટીમને લાગે છે.જેગુઆરના ડિઝાઈન ડાયરેક્ટર જુલિયન થોમસનની આગેવાનીમાં નવો સ્ટુડિયો દુનિયામાં અત્યાધુનિક ઓટોમોટિવ ડિઝાઈન સેન્ટર હોઈ વિશ્વ અવ્વલ ટેકનોલોજીઓ સાથે માનવી ક્રિયેટિવ ડિઝાઈન પ્રક્રિયાને બહેતર બનાવવા માટે વિકસાવવામાં આવ્યો છે.
હાર્ટસ્પેસ નવા જેગુઆર ડિઝાઈન સ્ટુડિયોના કેન્દ્રમાં એકત્રિત કેન્દ્ર હોઈ તેની હાર્ટસ્પેસ જેગુઆરની તેની ડિઝાઈનની ભાવિ પેઢીઓ તરીકે વૈવિધ્ય પૂર્ણ અને ક્રિયેટિવ 280 મજબૂત ટીમને એકત્ર લાવે છે. હાર્ટસ્પેસ આસપાસ ઈન્ટીરિયર,એક્સટીરિયર અને કલર તથા મટીરિયલ્સ ટીમો વત્તા ડિઝાઈન વિઝ્યુઅલાઈઝેશન અને ડિઝાઈન ટેકનિકલ શિસ્તો માટે અવ્વલ કાર્ય વાતાવરણ છે. જેગુઆર ડિઝાઈન દુનિયાભરના ડિઝાઈનરોનો બનેલો છે અને ફેશન, વોચ- મેકિંગ, સ્પોર્ટસ અને ગેમિંગ સહિત ઉદ્યોગની પાર્શ્વભૂમિઓની શ્રેણીથી ઘડાવાયો છે. ડિઝાઈનનાં આવાં અલગઅલગ ક્ષેત્રોથી પ્રેરિત હોવાથી ટીમ સમકાલીન મટીરિયલ્સ અને પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને તેનું બ્રિટિશ પણાનું જેગુઆરનું અર્થઘટન પ્રદાન કરે છે. આ પ્રક્રિયા ઓકસ્ટમ- મેડક્લે મોડેલિંગ મશીનો સહિત ઉદ્યોગ અવ્વલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) સિસ્ટમ્સ અને ધ ઈલેક્ટ્રિક તરીકે જ્ઞાત 11 મીકે ડિજિટલ ડિસપ્લે વોલમાં 20 મોડેલોને એકસાથે કામ કરવાની સુવિધા આપે છે. નવા જેગુઆર ડિઝાઈન સ્ટુડિયોનો ફ્લોરએરિયા 12000 ચોરસમીટરમાં માપન કરે છે, જે વ્હિટલી આધઆરિત કુલ અગાઉની સ્ટુડિયોની જગ્યાના આશરે 33 ટકા વધારો છે.
જેગુઆરના ડિઝાઈન ડાયરેક્ટર જુલિયન થોમસને જણાવ્યું હતું કે જેગુઆરનો ડિઝાઈન પ્રેરિત બ્રાન્ડ તરીકે અજોડ વારસો છે અને તે અમારા ડીએનએનો હંમેશાં મુખ્ય પાયો રહેશે. જેગુઆરના સ્થાપક સર વિલિયમ લાયોન્સ દ્વારા નિર્માણ કરાયેલાં ડિઝાઈન મૂલ્યો અને ફિલોસોફી અકબંધ રખાયાં છે અને આ ઈમારત ભવિષ્યમાં અમારા ગ્રાહકો માટે અત્યંત ઉત્તમ કાર ડિઝાઈન કરવામાં અમને મદદરૂપ થશે. ડિઝાઈન ટીમમાં વાહન ઉદ્યોગ સામનો કરે છે તે સમસ્યાઓને અમે સમજીએ છીએ અને ઈનોવેશન અને ક્રિયેટિવિટી થકી તે અનુસાર પ્રતિસાદ આપી શકીએ છીએ.
નવું એકમ એક વિશાળ ક્રિયેટિવ સ્પેસમાં આખી ડિઝાઈન ટીમને એકત્ર લાવે છે. અમે ખરા અર્થમાં માનીએ છીએ કે ઈન્ટરએકશન અને જોડાણમાંથી પ્રેરણા આવે છે. અમારો સ્ટુડિયો આધુનિક ટેકનોલોજીઓથી સમૃદ્ધ બનાવવામાં આવ્યો છે, પરંતુ અમને અસાધારણ ડિઝાઈન બનાવવામાં મદદરૂપ થતી જેગુઆર માટેની અમારી માનવી નિપુણતા અને અમારી લગનીની વૈવિધ્યતા જેટલો જ મહત્ત્વપૂર્ણ છે.
મુખ્ય સ્ટુડિયોને સ્ટુડિયો 3 અને સ્ટુડિયો 4 તરીકે નામ આપવામાં આવ્યા છે, જે 1957 અને 1956માં અનુક્રમે લી મેન્સ- વિનિંગ જેગુઆર ડી- ટાઈપ્સની સંખ્યા પરથી પ્રેરણા લેવાઈ છે અને 1985થી જેગુઆર ડિઝાઈનનું ઘર વ્હિટલી ખાતે સ્ટુટિયો 1 અને 2ને સલામતી આપે છે. નામકરણ અભિગમ મિટિંગ રૂમોમાં ચાલુ રાખવામાં આવ્યો છે, જેમાં અડધા મોડેલો પ્રતીકાત્મક જેગુઆર પરથી અપાયા છે, જ્યારે બાકી અડધા સ્થાપક સર વિલિયમ લોયન્સ, ડિઝાઈનર જ્યોફ લોસન અને અભિનેતા સ્ટીવ મેક્વીન સહિત જેગુઆરના ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ લોકો પરથી લેવાયાં છે.
સ્ટુડિયો 3 અને 4માં કુલ દસ ક્લે મોડેલિંગ પ્લેટ છે, જે દરેક 20 મી લાંબી છે અને 4.5 ટનની લોડ ક્ષમતા સાથે બે ક્લે સમાવવા માટે સક્ષમ છે. પહેલી વાર ડિઝાઈનરો બે શિસ્ત વચ્ચે સિનર્જી અને જોડાણ સુધારવા માટે એકબીજાની બાજુમાં ઈન્ટીરિયર અને એક્સટીરિયર મોડેલે હવે ગોઠવી શકે છે.
દરેક પ્લેટ 16000 આરપીએમની 1 કિલોવેટ મોટરાઈઝ્ડ સ્પિંડલ ક્ષમતા સાથે દરેક ફિટેડ 3+ 3 એક્સિસ કોલ્બ કોન્સેપ્ટ લાઈન સીએનસી ક્લે મિલિંગ મશીનો દ્વારા મોડેલોની બે બાજુની પ્રક્રિયા આસાન બનાવવા માટે ફ્લોર- ઈન્ટીગ્રેટેડ મશીન રેઈલ્સ સાથે ફિટેડ છે. આધુનિક સિસ્ટમ મેઝરિંગ અને મિલિંગ વચ્ચે ઝડપથી અને આસાનીથી સ્વિચ થઈ શકે છે. પ્લેટ્સમાં ક્લે મોડેલો માટે ફ્લોર- ઈન્ટીગ્રેટેડ લિફ્ટ્સ પણ છે. તે સતત ઊંચાઈનું સમાયોજન પૂરું પાડે છે, જેને લીધે જેગુઆરનાં મોડેલરો માટે સૌથી એર્ગોનોમિક કાર્ય સ્થિતિઓ અભિમુખ બનાવે છે. સ્ટુડિયો લાઈટિંગમાં મહત્તમ વિઝન માટે યોગ્ય બ્રાઈટનેસ અને કલર ટેમ્પરેચર અચૂક રીતે પૂરા પાડવા માટે શિલ્પીઓની 46 મજબૂત ટીમ દ્વારા કામ કરવાની આદર્શ સ્થિતિમાં ક્લે રહે તેની ખાતરી રાખવા માટે સંપૂર્ણ તાપમાન નિયંત્રિત છે.
જેગુઆરના ઈન્ટીરિયર ડિઝાઈનના ડાયરેક્ટર એલિસ્ટર વેહને જણાવ્યું હતું કે આખો સ્ટુડિયો ડિઝાઈન પ્રક્રિયાને રિફાઈન કરે તે રીતે સંકલ્પના કરાયો છે અને તે જેગુઆરના હાર્દ અને આત્માને જાળવવા સાથે વધુ ગતિશીલ પણ બનાવે છે. અમે પરિવાર તરીકે અમારું નવું ઘર એકત્ર નિર્માણ કરવા માટે આખી ડિઝાઈન ટીમની સલાહ લીધી હતી. અમારી ખૂબીઓનો આ મુખ્ય ભાગ છે, કારણ કે અમે કોમ્યુનિટી હાર્ટ સ્પેસને હાર્દમાં રાખીને સ્ટુડિયોમાં અલગ અલગ ડિઝાઈન શિસ્ત વચ્ચે વધુ જોડાણ અને સિનર્જીને પ્રોત્સાહન આપવા માગીએ છીએ.
સ્ટુડિયો 4 ઉત્તર સન્મુખ છે, જે વિશાળ કાચના દરવાજા થકી આઉટડોર વ્યુઈંગ એરિયામાંથી શુદ્ધ હલકો પ્રકાશ વહેતો રહે તેની ખાતરી રાખે છે. મોડેલોને નૈસર્ગિક પ્રકાશમાં અને અંતર તથા ખૂણાઓની શ્રેણીમાંથી જોવા માટે આસાનીથી બહાર લઈ જઈ શકાય છે. એકંદરે નવો જેગુઆર ડિઝાઈન સ્ટુડિયો ત્રણ સંપૂર્ણ લંબાઈની સ્કાયલાઈટ્સ સહિત 906 ચોરસમીટર ગ્લેઝિંગ ધરાવે છે, જે સ્ટુડિયોને નૈસર્ગિક પ્રકાશથી ભરી દે છે. સ્ટુડિયોનો ભારપૂર્વકનો પ્રકાશ અને ઉષ્માભર્યો પ્રકાર માળખાકીય લાકડાના બીમ્સના વ્યાપક ઉપયોગથી પૂર્ણ કરાયો છે.
વિવિધ ઊંચાઈથી મોડેલોને જોવું તે પ્રકાશ જેટલું જ મહત્ત્વપૂર્ણ છે, જે મોડેલ- મેકિંગ થકી વહેલા સ્કેચિંગ તબક્કાઓમાંથી ડિઝાઈનરો માટે જેગુઆરનો પ્લાન વ્યુ ઐતિહાસિક રીતે અતુલનીય મહત્ત્વપૂર્ણ છે. હવે પહેલી વાર ડિઝાઈનરો મેઝનીની, વ્યુ રૂમ અને ધ સ્ટેપ્સ- એમ્ફિથિયેટર શૈલીની બેઠક જગ્યામાંથી વૈકલ્પિક ઊંચાઈથી મોડેલોને સ્ક્રુટિનાઈઝ કરી શકે છે. ઉપરાંત વીઆર લોન્ચ એનિમેશન્સ થકી સ્કેચિંગથી પ્રક્રિયાના દરેક તબક્કામાં ઊભરી આવતી ડિજિટલાઈઝેશન ટીમો સાથે જેગુઆર ડિઝાઈનમાં વધુ ને વધુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વીઆર રિગ ડિઝાઈનરો અને સ્ટુડિયો એન્જિનિયરોને વર્ચ્યુઅલ દુનિયામાં આઈડિયાની કસોટી વધુ ઝડપથી અને અગાઉ ક્યારેય નહીં તેટલી કાર્યક્ષમ રીતે કરવામાં મદદૂપ થાય છે. વહેલા સંકલ્પનાના તબક્કાથી કોમ્પ્યુટર એઈડેડ સરફેસિંગ (સીએએસ) ટીમ ડિઝાઈન સ્કેચીસને ડિજિટલ 3ડી મોડેલોમાં ફેરવી ત્યાં સુધી ઈન-હાઉસ ડિઝાઈન વિઝ્યુઅલાઈઝેશન એન્ડ એનિમેશન (ડીવીએ) ટીમ સ્કેચીસ અને 3ડી મોડેલો આપવા અને એનિમેટ કરવા માટે ડિઝાઈનરે અને ડેટા ટીમો સાથે નિકટતાથી કામ કરે છે.
નવો જેગુઆર ડિઝાઈન સ્ટુડિયો આધુનિક મટીરિયલ ટેકનોલોજીઝ પર પણ વધુ મહત્ત્વ મૂકે છે. કલર અને મટીરિયલ ટીમો નવાં અને સક્ષમ સંસાધનોની તપાસ અને કસોટી કરવા માટે વધુ જગ્યા અને ટેકનોલોજી ધરાવે છે, જે જેગુઆરનાં ઉત્તમ ગુણત્તાયુક્ત ધોરણોને પહોંચી વળવા સાથે વાહનોની ભાવિ પેઢી માટે લક્ઝરી અને ટેક્ટિલિટીની ઊંચાઈ દર્શાવે છે. કલર અને મટીરિયલ ટીમો એક્સટીરિયર અને ઈન્ટીરિયરમાં કામ કરીને નવા પેઈન્ટ કલર તૈયાર કરવાથી નાનામાં નાની સુંદર ઈન્ટીરિયર બારીકાઈની સંકલ્પના કરવા સુધી દરેક વાહન નિર્માણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે ઈ-પેસ સેન્ટર કોન્સોલમાં જેગુઆર પ્રિન્ટ.
જેગુઆર સ્ટુડિયો ડિઝાઈન બેનેટ્સ એસોસિયેટ્સ સાથે તૈયાર કરવામાં આવ્યો છે, જે વ્યાપક ગેડન એન્જિનિયરિંગ અને ડિઝાઈન સેન્ટર ડેવલપમેન્ટનો હિસ્સો છે.