રામચરિત માનસની એક ચોપાઈ પર વિવાદ વચ્ચે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્યએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. જગતગુરુ રામભદ્રાચાર્યએ એમ પણ જણાવ્યું કે, મોદી સરકારમાં તેઓને કયા કયા મોટા કામ કરાવવાના છે. આ ઉપરાંત તેઓએ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અને બિહારના શિક્ષા મંત્રી ચંદ્રશેખરને લઈને પણ ખુલાસા કર્યા છે. રામચંદ્રાચાર્યએ કહ્યું કે, તેઓ બંને મારી સામે આવે. રામચરિત માનસની જે પણ ચોપાઈ પર તેમને આપત્તિ છે, હું સમાધાન કરીશ. હાલ રામચંદ્રાચાર્યના નિવેદનનો આ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આવો જાણીએ તેઓએ પીએમ વિશે શું ભવિષ્યવાણી કરી. જગતગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે, મારી વાત માનીને રામ મંદિર બન્યું. તમે જાણી લો કે હું ફરીથી ભવિષ્યવાણી કરી રહ્યો છું.
પીએમ મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી બનશે અને હવે મોટા મોટા કામ થવાના છે. ગૌવધ બંધ કરાવવાનું છે અને હિન્દી રાષ્ટ્ર ભાષા બનાવવાની છે. રામરચિતમાન પર પ્રતિબંધ લગાવવાની વકાલત કરી રહેલા સ્વામી પ્રસાદ મૌર્યસ, આ ઉપરાંત બિહારના શિક્ષામંત્રી ચંદ્રશેખર પણ છે. તમને લોકોને હું ચેલેન્જ આપી રહુ છું, મારા સામે આવો. મારી સામે આવીને મારી સાથે ચર્ચા કરો. તમને જે પણ ચોપાઈ પર વાઁધો છે, હું તેનુ સમાધાન કરીશ.
ઉલ્લેખનીય છે કે, રામચરિતમાનસ વિવાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિત માનસની એક ચોપાઈ પર વાંધો ઉઠાવ્યો. તેઓએ ચોપાઈ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. સ્વામી પ્રસાદના આ નિવેદનની વિરુદ્ધ અનેક શહેરોમા વિરોધ કરવામા આવ્યો. તો કેટલાક લોકોએ સ્વામી પ્રસાદ મૌર્યના સમર્થનમાં રામચરિત માનસની કથિત ચોપાઈવાલા ફોટોની કોપી પણ બાળી. આ મામલામાં પોલીસ સ્વામી પ્રસાદ મૌર્ય સહિત અનેક લોકોની વિરુદ્ધ કેસ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, જગતગુરુ રામભદ્રાચાર્ય એક કથાકાર છે. હાલમાં જ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલનું નામ ભોજપાલ કરવાની માંગ રાજ્યની શિવરાજ સરકારને કરી હતી. તેમણે કહ્યુ હતું કે, જ્યાર સુધી ભોપાલનું નામ બદલીને ભોજપાલ કરવામાં નથી આવતું, તો તેઓ અહી કથા કરવા નહિ આવે.