તીર્થ નગરી જગન્નાથપુરીમાં આ વખતે લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમી ચરમસીમાં પર પહોંચી ગઇ છે. જનતા કોને પુરીના પ્રવકતા તરીકે બનાવશે તેને લઇને મતદારો અને રાજકીય પક્ષોમાં ભારે ચર્ચા છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે પુરી તીર્થ નગરી તરીકે છે. જે ચાર ધામ પૈકી એક છે. કોઇ પણ સિઝન કેમ ન હોય અહીં શ્રદ્ધાળુઓનો ધસારો સતત જારી રહે છે. આજકાલ પુરીમાં સવારમાં અને બપોરમાં કાળઝાળ ગરમી જાવા મળે છે પરંતુ સાંજના સમય પર ઠંડી હોય છે. દરિયા કિનારે લોકોનો ધસારો હમેંશા જોવા મળે છે. પ્રશ્ન તમામની જીભ પર એક છે કે આ વખતે બિજુ જનતા દળઅહીંથી સતત છટ્ટી વખત જીત મેળવી શકશે ? શુ ઓરિસ્સામાં પ્રથમ વખત કમલ ખિલી ઉઠશે ? તેવો પ્રશ્ન પણ થઇ રહ્યો છે.
કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ તેની ગુમાવેલી જમીનને ફરી હાસલ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્વર્ગદ્ધારથી તોડાક અંતર પર બજારમાં જ્યારે ખરીદી કરતા લોકો આ મુજબની વાત કરતા જોવા મળે છે ત્યારે તમામની ઉત્સુકતા વધી જાય છે. પુરીમાં કોણ જીતશે તે અંગે પણ બજારોમાં પ્રશ્ન થાય છે. આવા પ્રશ્ન કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે દુકાનદારો ખામોશ રહે છે. જાણકાર લોકો અને પુરીમાં ત્રણેય પાર્ટીના લોકો અને પ્રવકતા પોત પોતાની પાર્ટીની જીત થઇ જશે તેવો દાવો કરી રહ્યા છે. સંબિત પાત્રા ભારતીય જનતા પાર્ટીના , પિનાકી મિશ્રા બીજુ જનતા દળના અને સત્યપ્રકાશ નાયક કોંગ્રેસ પાર્ટીના પ્રવકતા છે.
આ ત્રેણય વચ્ચે જોરદાર સ્પર્ધા છે. આ જ કારણ છે કે પુરીમાં ખુબ તર્ક વિતર્ક જોવા મળે છે. સંબિત પાત્રા ભગવાન જગન્નાથની મુર્તિની સાથે પોતાની ઉમેવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. આને લઇને પણ ખુબ વિવાદ થયો હતો. જ્યાં સંબિત પાત્રા તો પુરીના જ નહીં બલ્કે તમામ ગરીબ લોકોના પ્રવકતા તરીકે ગણાવી રહ્યા છે. પિનાકી મિશ્ર તેમને મોદી મિડિયાના પ્રવક્તા તરીકે ગણાવે છે. હવે જાવા જેવી બાબત એન છે કે પ્રોફેશનથી સર્જન એવા સંબિત પાત્રા આરોપોને કઇ રીતે જવાબ આપે છે. શુ તેમનામાં કમલ ખિલવવા માટેની ક્ષમતા છે. આ બાબત તો ચૂંટણી પરિણામ જ સાબિત કરનાર છે. બીજી બાજુ કોંગ્રેસના સત્યપ્રકાશ પિનાકી મિશ્રા પર ત્રણ વખતના સાંસદ હોવા છતાં કોઇ કામ ન કરવાનો આરોપ મુકે છે. સોશિય મિડિયામાં જોરદાર આરોપોનો દોર ચાલી રહ્યો છે. નવીન પટનાયક ભારે લોકપ્રિય રહ્યા છે. અહીં પાર્ટી ગૌણ છે. નવીન અને નરેન્દ્ર મોદી વચ્ચે સ્પર્ધા છે.
થોડાક સમય પહેલા સુધી એવી પણ ચર્ચા રહી હતી કે મોદી પોતે પુરીમાંથી ચૂંટણી લડશે. પુરીમાં તો સૌથી મોટા ઇન્ડસ્ટ્રીઝ તરીકે તો ધાર્મિક પ્રવાસ છે. જગન્નાથ મંદિર જ સૌથી મોટા કેન્દ્ર તરીકે છે. અહીંના લોકો કહે છે કે મોદી પોતાની જગ્યાએ છે પરંતુ ઓરિસ્સાના અસ્મિતાના પ્રતિક સમાન નવીનની લોકપ્રિયતા ઓછી થઇ નથી. જોકે બીજેડીના સ્થાનિક નેતાઓ પ્રત્યે લોકોમાં નારાજગી છે. મંદિરની સરકારી વ્યવસ્થાને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે. દેશમાં લોકસભાની ચૂંટણીને લઇને જારદાર રાજકીય ગરમી જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીના જુદા જુદા તબક્કામાં મતદાનના ભાગરૂપે પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ. હવે બીજા તબક્કાંમાં દેશમાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થનાર છે. પુરી ધાર્મિક સ્થળ તરીકે છે. અહીં મતદારોને પ્રભાવિત કરવાના તમામ પ્રયાસો દરેક રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ વખતે તો મોદીએ પણ ઓરિસ્સામાં તમામ તાકાત લગાવી દીધી છે. જેથી સમીકરણ બદલાવવાના સંકેત પણ દેખાઇ રહ્યા છે. ભાજપ અનેબીજેડી વચ્ચે જોરદાર સ્પર્ધા આ વખતે થવાના સંકેતો દેખાઇ રહ્યા છે. નવીન પટનાયક પર તેજાબી પ્રહારો પ્રચાર દરમિયાન મોદી કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ પણ તેના ગુમાવી દીધેલા આધારને ફરી હાંસલ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમના લોકો પણ હાલમાં ભારે મહેનત કરી રહ્યા છે. વર્તમાન સ્થિતી મુજબ તો નવીન પટનાયકની સ્થિતી સૌથી વધારે મજબુત દેખાય છે.