જેક્લીન-નેહા ટિક ટોક ક્વીન

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

બોલિવુડની ખુબસુરત અભિનેત્રીમાં સામેલ રહેલી જેક્લીન અને ગાયિકા નેહા કક્કડ વિડિયો શેયરિંગ એપ ટિક ટોકપર વર્ષ ૨૦૧૯માં ટોપ ટ્રેડિંગ બોલિવુડ સેલિબ્રિટી તરીકે જાહેર થઇ છે. તાજેતરમાં જ ટિક ટોક કેમ્પેન ૨૦૧૯ની ટોપની સેલિબ્રિટીની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ટોપ ટ્રેન્ડ્‌સ સેલિબ્રિટી સામેલ કરવામાં આવી હતી. બોલિવુડની હસ્તીઓમાં જેક્લીન પ્રથમ સ્થાન પર રહી હતી. તેના ૯.૫ મિલિયન ફોલોઅર્સ રહેલા છે. ત્યારબાદ બીજા સ્થાન પર રિતેશ દેશમુખ  છે. તેના ૬.૮ મિલિયન ફોલોઅર્સ રહેલા છે. માધરી દિક્ષિત, કપિલ શર્મા પણ યાદીમાં સામેલ રહેલા છે. વિતેલા વર્ષોની લોકપ્રિય અભિનેત્રી માધુરી દિક્ષિતના ૧.૨ મિલિયન ફોલોઅર્સ રહેલા છે.

ટોપ પાંચ સંગીતકારોમાં નેહા કક્કડ ૧૨.૫ મિલિન ફોલોઅર્સ સાથે પ્રથમ સ્થાન પર છે. ગુરુ રંધાવા ૫.૮ મિલિયન ફોલોઅર્સ સાથે બીજા સ્થાને છે. ટોની કક્કડ ૪.૧ મિલિયન ફોલોઅર્સ સાથે ત્યારબાદ ક્રમ ધરાવે છે.

Share This Article