જેકલીન ફર્નાન્ડીઝ અબુ ધાબીમાં આઈફા એવોર્ડ સમારોહમાં હાજરી આપશે. આ પછી તે વર્ક કમિટમેન્ટ્સને કારણે પહેલા ફ્રાન્સ અને પછી નેપાળ જશે. જાે કે, તેમને પરવાનગી મળી કે નહીં, આ અંગેની અપડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ઠગ સુકેશ સાથે સંબંધિત ૨૦૦ કરોડની ખંડણીના કેસમાં તેની સામે સક્રિય લુક આઉટ સર્ક્યુલર છે.
જેકલીન ફનાર્ન્ડિઝે અબુ ધાબીમાં યોજાનારા આઈફા એવોર્ડ્સમાં હાજરી આપવા માટે દિલ્હીની કોર્ટમાં અપીલ કરી છે. આ અપીલમાં તેણે ૧૫ દિવસ માટે વિદેશ પ્રવાસની પરવાનગી માંગી છે. આ ૧૫ દિવસોમાં તે અબુ ધાબી, ફ્રાન્સ અને નેપાળનો પ્રવાસ કરશે. સુકેશ ચંદ્રશેખર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રડાર પર રહેલી જેક્લીન ફનાર્ન્ડિઝે કામની પ્રતિબદ્ધતાઓ માટે વિદેશ પ્રવાસની પરવાનગી મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે.
આ કારણોસર, જેકલીન ફર્નાન્ડીઝને ગયા વર્ષે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થોડા સમય માટે અટકાયતમાં લેવામાં આવી હતી. તાજેતરમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ તેમની રૂ. ૭.૨૭ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ૨૦૦ કરોડ રૂપિયાના કથિત મની લોન્ડરિંગ કેસમાં ઠગ સુકેશ ચંદ્રશેખર અને તેની સાથે સંબંધિત લોકોની પૂછપરછ કરી રહ્યું છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ, ૫ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ, દેશની બહાર જવાનો પ્રયાસ કરી રહેલી અભિનેત્રીને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે અભિનેત્રીની ૩ વખત પૂછપરછ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જેકલીન ફનાર્ન્ડિસની તિહાર જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના તેના સંબંધો અંગે પણ પૂછપરછ કરવામાં આવી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેત્રી જેકલીન અને કોનમેન સુકેશ ચંદ્રશેખર વચ્ચે ગાઢ સંબંધ હતો અને તે અભિનેત્રી પર પાણીની જેમ પૈસા ખર્ચતો હતો. સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રીને ઇમ્પોર્ટેડ ક્રોકરી, સોના અને હીરાના દાગીના આપ્યા હતા. આ ઉપરાંત ૫૨ લાખ રૂપિયાની કિંમતનો ઘોડો અને ૯-૯ લાખની કિંમતની ૪ પર્શિયન બિલાડીઓ પણ ભેટમાં આપવામાં આવી હતી.
સુકેશે જેકલીન માટે ઘણીવાર ચાર્ટર્ડ ફ્લાઈટ્સ બુક કરાવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જણાવ્યા અનુસાર, સુકેશે અભિનેત્રી પર લગભગ ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.