જેક્લીનની ડ્રાઇવ ફિલ્મ હવે મોડેથી રજૂ થઇ શકે  : રિપોર્ટ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ : રેસ-૩ ફિલ્મમાં કામ કર્યા બાદ ફિલ્મની સફળતા બાદ જેક્લીન હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. તેની હવે ડ્રાઇવ નામની ફિલ્મ રજૂ થનાર છે. આ ફિલ્મની રજૂઆત ફરી એકવાર મોકુફ કરી દેવામાં આવી છે. મુળભુત રીતે  સાતમી સપ્ટેમ્બરના દિવસે આ ફિલ્મ  રજૂ કરવામાં આવનાર હતી. જા કે હાલમાં મોકુફ કરવામાં આવી છે. નવી તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.  ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપુત મુખ્ય રોલ કરી રહ્યો છે. ફિલ્મ ભરપુર એક્શનથી ભરેલી રહેશે. બન્નેની જાડી પણ પ્રથમ વખત સાથે આવી રહી છે. જેક્લીનની સલમાન સાથેની ફિલ્મ રેસ-૩ બોક્સ ઓફિસ પર ભારે ધુમ મચાવી ચુકી છે.

આ ફિલ્મમાં તેની સાથે ડેઝી શાહ, બોબી દેઓલ અને અનિલ કપુરની પણ ભૂમિકા  હતી. જેકલીન પણ બોલિવુડના અન્ય કલાકારોની જેમ સલમાનની સાથે સારા સંબંધના કારણે સતત સફળતા હાંસલ કરી રહી છે. દબંગ સ્ટારના કારણે સતત સફળતા હાસલ કરીને તે આજે નંબર વનની રેસમાં દેખાય છે. ડેઝી શાહ પણ સલમાન સાથે સારા સંબંધ ધરાવે છે. દિપિકા અને પ્રિયંકા ચોપડા પહેલાથી જ હોલિવુડની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હવે જેક્લીન પણ એન્ટ્રી કરી રહી છે. જેક્લીન બોલિવુડમાં હાલ સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી આવી છે.

બોલિવુડમાં પોતાના ગ્લેમરના કારણે ખાસ ખાસ ચર્ચા જગાવી ચુકેલી  ખુબસુરત જેક્લીન હવે હોલિવુડમાં પણ એન્ટ્રી કરી ચુકી છે. જેક્લીન લોકપ્રિયતાના મામલે અન્ય અભિનેત્રીઓને પાછળ છોડી ચુકી છે. તમામ નવી સ્ટારમાં તેની બોલબાલા સૌથી વધારે દેખાઇ રહી છે. લોકોની પસંદગીના મામલે પણ તે ટોપ સ્ટાર તરીકે ઉભરી આવી છે.

Share This Article