વોરમાં જોવા મળશે હૃતિક અને ટાઈગર વચ્ચે શૌર્યકથા જેવું યુદ્ધ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વર્ષની સૌથી બહુપ્રતિક્ષિત ફિલ્મ વોરનું યશ રાજ ફિલ્મ્સ દ્વારા જારી કરવામાં આવેલા ટ્રેલરે ઈન્ટરનેટ પર વિક્રમી હિટ્સ મેળવી છે. આ રૂવાડાં ઊભા કરી દેનારી એકશનસભર મનોરંજક ફિલ્મમાં આજ સુધીની સૌથી ભવ્ય એકશનનો નજારો જોવા મળશે, ખાસ કરીને આપણી પેઢીના બે સૌથી મોટા એકશન હીરો હૃતિક રોશન અને ટાઈગર શ્રોફને આ વ્યાપક યુદ્ધમાં એકબીજા સામે ગોઠવવામાં આવ્યા છે. વોર ફિલ્મમાં બે સુપરસ્ટાર પોતાની શારીરિક સીમાઓની પાર જઈને દિલધડક, રૂવાડાં ઊભાં કરી દેનારાં જીવલેણ સ્ટંટ્સ કરતાં જોવા મળશે.

વોરનું આ રોમાંચક ટ્રિલર અહીં જોઈ શકો છોઃ

વોર 7 અલગ અલગ દેશ અને 15 દુનિયાનાં શહેરોમાં શૂટ કરાઈ છે. દેશના સૌથી હોટ એકશન હીરો ધરતી, સમુદ્ર અને હવામાં એકબીજા સાથે નિર્દયતાથી જંગ કરે છે. દુનિયાના ચાર એકશન ડાયરેક્ટરોને સ્ક્રીન પર આ સૌથી ભવ્ય, અગાઉ ક્યારેય નહીં જોય હોય તેવો એકશન ધમાકો કોરિયોગ્રાફી કરવા માટે રોકવામાં આવ્યા છે.

એકશન ડિઝાઈન ટીમમાં પોલ જેનિંગ્સ (ધ ડાર્ક નાઈટ, સાન એન્ડ્રિયાઝ, જેક રીચર અને ગેમ ઓફ થ્રોન્સ), ફ્રાન્ઝ સ્પિલહોસ (સેફ હાઉસ, આઈ ઈન ધ સ્કાય, ડેથ રેસ), સી યંગ ઓહ (એજ ઓફ અલ્ટ્રોન, સ્નોપિયરસર) અને પરવેઝ શેખ (ટાઈગર ઝિંદા હૈ, કેસરી, મેરી કોમ)નો સમાવેશ થાય છે, જે બધા જ અજોડ, શ્વાસ થંભાવી દેનારા, અતુલનીય એકશન સ્ટંટ્સ નિર્માણ કરવામાં નિષ્ણાત છે. ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે વોરને આજ સુધીની સૌથી ભવ્ય એકશન અને સ્ટંટ અજાયબી બનાવવા માટે કોઈ કસર બાકી રાખી નથી.

યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ હિંદી, તમિળ અને તેલુગુમાં ગાંધી જયંતી (2જી ઓક્ટોબર)ના રોજ ભવ્ય રાષ્ટ્રીય હોલીડે પર રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. તેમાં હૃતિક સામે વાની કપૂર છે, જે જોડીએ દેશભરમાં દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.

Share This Article