આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે માહિતીસભર ‘લક્ષ્ય’ સેશનનું સફળ આયોજન કરાયું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં અગ્રેસર આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી વિકસાવવા માટે સજ્જ તેના તમામ અન્ડરગ્રેજ્યુએટ્સ માટે એક લાઇફ ચેન્જિંગ સેશન – લક્ષ્યનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 500થી વધુ સહભાગીઓની ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સેશન અંતર્ગત મોટિવેશનલ સ્પીકર અને કોર્પોરેટ ટ્રેનર આકાશ ગૌતમે તેમની વિશિષ્ટ શૈલીથી વિદ્યાર્થીઓને વિવિધ મહત્વપૂર્ણ વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિવિધ સરળ પ્રવૃત્તિઓ દ્વારા મનોરંજક રીતે ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં નોંધપાત્ર ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓની સાથે-સાથે તેમના માતા-પિતાને પ્રેરણાસભર જાણકારી પ્રદાન કરી હતી. જેથી કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિના માનસ ઉપર સકારાત્મક અસર પેદા કરી શકાય. આકાશ ગૌતમ ભારતના ટોચના મોટિવેશનલ અને એજ્યુકેશન સ્પીકર છે તેમજ નિફ્ટી 50ની 30 કંપનીઓ તેમના જ્ઞાન અને કૌશલ્યો ઉપર વિશ્વાસ કરે છે.

મહત્વપૂર્ણ છે કે આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી તેની કામગીરીની શરૂઆતથી જ કાર્યક્ષમ, આત્મવિશ્વાસથી ભરપૂર અને ઉચ્ચ જ્ઞાન ધરાવતા લીડર્સ તૈયાર કરવા ઉપર કેન્દ્રિત રહી છે. તે 25થી વધુ વૈશ્વિક જોડાણો સાથે વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં હંમેશા અગ્રેસર રહી છે. યુનિવર્સિટી 950થી વધુ કોર્પોરેટ રિક્રુટર્સ, 10,000થી વધુ એલ્યુમનાઇટ નેટવર્ક તેમજ 18થી વધુ ઇન્ડસ્ટ્રી-ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ધરાવે છે.

વધુમાં આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી સમાજને પરત કરવામાં પણ વિશ્વાસ કરે છે. આ અંતર્ગત તેણે આહારદાન નામની એક વિશિષ્ટ પહેલ કરી છે, જેની સમાજ અને તેના વિદ્યાર્થીઓ ઉપર ખૂબજ સકારાત્મક અસરો પેદા કરવામાં મદદ મળી છે. યુનિવર્સિટી આગામી સમયમાં પણ વિદ્યાર્થીઓ માટે માહિતીસભર કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના ધરાવે છે.

https://www.itm.ac.in/
Share This Article