માત્ર રૂ. ૫,૯૯૯ની કિંમતે ફુલ સ્ક્રીન ડિસ્પ્લેની સાથે-સાથે પાવરફુલ બેટરી, ફેસ અનલોક જેવા પ્રીમિયમ ફીચર્સ અને એન્ડ્રોઇડ ગો ઓપરેટિંગ સિસ્ટમનો અનુભવ મેળવો. શ્રેષ્ઠ મૂલ્ય અને પાવરપેક્ડ સ્માર્ટફોન – આઇટેલ એ૪૪ પાવર ફુલ સ્ક્રીન અને ફેસ અનલોક જેવી વિશેષતાઓ ખુબજ વાજબી કિંમતે પોતાના યુઝર્સને ઓફર કરી રહ્યું છે. આઇટેલ ટ્રાન્ઝિયન હોલ્ડિંગ્સની અગ્રણી મોબાઇલ બ્રાન્ડ્સ પૈકીની એક છે, જે તમામ લોકો સુધી ટેકનોલોજી પહોંચાડવા ઉપર કામ કરી રહ્યું છે.
માર્કેટમાં ગ્રાહકોની વર્તમાન જરૂરિયાતો અને માગને સમજીને આઇટેલે પોતાનો પ્રથમ ૫.૪૫” એફડબલ્યુવીજીએ + ફુલ સ્ક્રીન ડિસ્પ્લે સ્માર્ટફોન, ૪૦૦૦ એમએએચ લી-પોલીમર બેટરી અને ડ્યુઅલ કેમેરા સાથે ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યો છે. આઇટેલ એ૪૪ પાવર અદ્યતન વિશેષતાઓથી સજ્જ છે, જે પોતાના ગ્રાહકોને સ્માર્ટફોનનો શ્રેષ્ઠ અનુભવ આપે છે.
આ લોન્ચ અંગે વાત કરતાં આઇટેલ બિઝનેસ યુનિટના માર્કેટિંગ વડા ગોલ્ડી પટનાયકે જણાવ્યું હતું કે, ભારતમાં સ્માર્ટફોનના ઉપયોગની પ્રણાલીમાં નોંધપાત્ર પરિવર્તન જાવાઇ રહ્યું છે અને ગ્રાહકો વાજબી કિંમતે નવા ફીચર્સ અને ટેકનોલોજી ઇચ્છી રહ્યાં છે. આઇટેલ ખાતે અમે તમામ ગ્રાહકો માટે વાજબી કિંમત અને શ્રેષ્ઠ મૂલ્ય ધરાવતી ટેકનોલોજી ઉપલબ્ધ બનાવવા ઉપર કેન્દ્રિત છીએ. આઇટેલ એ૪૪ પાવર ગ્રાહકો સમક્ષ ૪૦૦૦ એમએએચ લી-પોલીમર બેટરી, ૫.૪૫” એફડબલ્યુવીજીએ + ફુલ સ્ક્રીન ડિસ્પ્લે અને ડ્યુઅલ કેમેરા અત્યંત વાજબી કિંમતે ઉપલબ્ધ છે. અમને વિશ્વાસ છે કે એ૪૪ પાવર ગ્રાહકોને ખુબજ સારો મોબાઇલ એક્સપિરિયન્સ પ્રદાન કરશે.
આઇટેલ એ૪૪ પાવર – ૫.૪૫” એફડબલ્યુવીજીએ + ફુલ સ્ક્રીન ડિસ્પ્લે તથા અત્યંત વાજબની કિંમતે પાવરફુલ બેટરી
આઇટેલ એ૪૪ પાવર ૫.૪૫” એફડબલ્યુવીજીએ + ફુલ સ્ક્રીન ડિસ્પ્લે સ્ક્રીનની સાથે-સાથે ૪૦૦૦ એમએએચ લી-પોલીમર બેટરી, ડ્યુઅલ કેમેરા અને ફેસ અનલોક જેવી વિશેષતાઓ ધરાવે છે, જે ૬ હજારથી નીચેના સેગમેન્ટમાં આઇટેલને અગ્રેસર બનાવે છે. આઇટેલ એ૪૪ પાવર ૪૦૦૦ એમએએચ લી-પોલીમર બેટરીથી સજ્જ છે, જેનાથી એક ચાર્જ ઉપર સામાન્ય વપરાશ ઉપર ત્રણ દિવસ સુધી બેટરી બેકઅપ મળી રહે છે. પાવરફુલ બેટરી સાથે ૯.૫ એમએમની જાડાઇ અને વાઇબ્રન્ટ કલર્સ સાથેની કોમ્પેક્ટ ડિઝાઇન તેને આકર્ષક બનાવે છે. તેમાં ઓટીજી પાવર બેન્ક સપોર્ટ પણ છે, જે અન્ય ફોનને પણ ચાર્જ કરી શકે છે. આ ડિવાઇસ એન્ડ્રોઇડ ૮.૧ ગો એડિશન ઓએસથી સજ્જ હોવાથી સરળતાથી મલ્ટી ટાસ્કિંગ કરી શકાય છે. આઇટેલ એ૪૪ પાવર ૬૪ બીટ ૧.૪ જીએચઝેડ ક્વાડ કોર પ્રોસેસર ધરાવે છે અને તેનઆથી યુઝર્સને ઝડપી અને સરળ પર્ફોર્મન્સ મળી રહે છે. તે ૧ જીબી રેમ અને ૮ જીબી ઇન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે, જે ૩૨ જીબી સુધી એક્સપાન્ડેબલ છે. કેમેરાની વાત કરીએ તો સ્માર્ટફોન ૫ એમપી + વીજીએ ડ્યુઅલ કેમેરા તથા ૨ એમપી સેલ્ફી કેમેરા બંન્ને ફ્લેશ ધરાવે છે.