ITCએ ૫,૫૭૨ કરોડ રૂપિયાનો નફો કર્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

FMCG સેક્ટરની દિગ્ગજ કંપની ITC એ તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીનો નફો અંદાજે ૧૩ ટકા વધ્યો છે, જાેકે આવકમાં ૦.૩ ટકાનો થોડો ઘટાડો થયો છે. Q૩ માં કંપનીના માર્જિનમાં ૪ બેસિસ પોઈન્ટનો નજીવો સુધારો હતો. આ ક્વાર્ટરમાં ITCનું માર્જિન ૩૬.૫% થી વધીને ૩૬.૫૪% થયું છે. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની સાથે,ITC ના બોર્ડ દ્વારા શેર દીઠ ૬૨૫ ટકાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. તે મૂજબ શેરહોલ્ડર્સને એક શેર પર ૬.૨૫ રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપવામાં આવશે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ITCનો નફો વધીને ૫,૫૭૨ કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં નફો ૪૯૨૬.૯૬ કરોડ રૂપિયા હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં સિગારેટ સેગમેન્ટની આવક ૩.૫૭ ટકા વધીને ૭૫૪૮.૮ કરોડ રૂપિયા થઈ છે. જાે હોટેલ સેગમેન્ટની આવકની વાત કરીએ તો તે ૧૮.૧૯ ટકા વધીને ૮૪૨ કરોડ રૂપિયા થઈ છે. આ સાથે જ એગ્રીકલ્ચર સેગમેન્ટની આવક ૨.૨૧ ટકા ઘટીને ૩૦૫૪.૭ કરોડ રૂપિયા થઈ છે. ડિસેમ્બર ૨૦૨૩ ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ ૫.૩૩ ટકા વધીને ૧૩,૪૫૩.૭૩ કરોડ રૂપિયા થયો છે.ITC ના જણાવ્યા અનુસાર ડિવિડન્ડની ચૂકવણી શેરહોલ્ડર્સને ૨૬ થી ૨૮ ફેબ્રુઆરી વચ્ચે કરવામાં આવશે. ડિવિડન્ડ આપવા માટે રેકોર્ડ ડેટ ૮ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. તેથી જે શેરહોલ્ડર્સના ખાતામાં જેટલા શેર હશે તે મૂજબ શેર દીઠ ૬.૨૫ રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપવામાં આવશે.

TAGGED:
Share This Article