ધર્મને લઇને થઇ રહેલી ઝડપી કટ્ટરપંથી પ્રવૃતિના દોરમાં હવે એક રિપોર્ટના તારણ જારી કરવામાં આવ્યા છે જેનાથી તમામ ભારતવાસી ગર્વ અનુભવ કરી શકે છે. આ રિપોર્ટમાં કહેવામં આવ્યુ છે કે કટ્ટરતા ઘટી રહી છે અને સંપન્નતા વધી રહી છે. સાયન્સ એડવાન્ટેજમાં થોડાક દિવસ પહેલા પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે સમાજ અથવા તો દેશમાં જેટલી ધર્મિનરપેક્ષતા હોય છે ત્યાં આર્થિક વિકાસની ગતિ એટલી જ ઝડપી હોય છે. ૧૦૦ જુદા જુદા દેશોમાં ૧૯૦૦ અને ૨૦૦૦ના ગાળા દરમિયાન સમાજમાં પ્રચલિત મુલ્યો અને ત્યાં ચાલી રહેલી આર્થિક વિકાસની પ્રક્રિયાના અભ્યાસના આધાર પર આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા બાદ તેમાં કેટલાક નક્કર કારણ જારી કરવામાં આવ્યા છે.
જેમાં કહેવામાં આવ્યુ છે કે આ માન્યતા યોગ્ય નથી કે આર્થિક વિકાસથી ધર્મિનરપેક્ષતા જેવા મુલ્યો મજબુત થાય છે. વાસ્તવમાં પ્રક્રિયા બિલકુલ અલગ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ધર્મિનરપેક્ષતા જેવા મુલ્યો મજબુત થવાની સ્થિતીમાં સમાજમાં સંપન્નતા આવે છે. રિપોર્ટ દર્શાવે છે કે બંનેમાં પ્રત્યક્ષ કાર્ય કારણ સંબંધ તો મળી શક્યા નથી પરંતુ જેમ સમાજમાં સહિષ્ણુતા આવે છે તેમ તેમ આર્થિક ગતિવિધીઓમાં વસ્તીના વધુને વધુ હિસ્સાની ભાગીદારી વધતી જાય છે. આ સહિષ્ણુતા ધર્મ સુધી મર્યાિદત નથી. અધિકારોને માન્યતા આપનાર મુલ્યોની સાથે પણ આ વાત જાડાયેલી છે. જે સમાજમાં સજાતિય સંબંધ, મહિલા સ્વતંત્રતા, લગ્ન અને તલાક જેવા મામલામાં જેટલા ઉદાર વલણ જાવા મળે છે ત્યાં આર્થિક વિકાસની ગતિ પણ સહેજ રીતે આગળ વધે છે. આ ખાસ અભ્યાસમાં એવી બાબત પણ ઉભરીને સપાટી પર આવી છે કે ધર્મિનરપેક્ષતાની મજબુતીની સાથે કોઇ દેશમાં પ્રતિ વ્યÂક્ત જીડીપીમાં ૧૦ વર્ષમાં ૧૦૦૦ ડોલર, ૨૦ વર્ષમાં ૨૮૦૦ ડોલર અને ૩૦ વર્ષમાં ૫૦૦૦ ડોલરનો વધારો થાય છે. આ અભ્યાસમા તારણ એવા તમામ લોકો માટે એક બોધપાઠ સમાન છે જે માને છે કે સમાજમાં ફેલાઇ રહેલી ખાસ ધર્મ અથવા તો જાતિની શ્રેષ્ઠતાની ભાવનાના દેશના વિકાસ સાથે કોઇ લેવાદેવા હોતા નથી. બન્ને સાથે ચાલી શકે છે.
આજે વિશ્વના એક મોટા હિસ્સામાં ઇસ્લામના નામ પર તેને ફેલાવવા માટે ખૌફનાક અભિયાન ચાલી રહ્યા છે.તેના ખતરા તમામ લોકોની સામે છે. વધારે ખતરનાક બાબ આ છે કે આની પ્રતિક્રિયામાં અન્ય ધર્મમાં પણ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટેની એક સ્પર્ધા છેડાઇ ગઇ છે. આ સ્પર્ધા જા ચાલુ રહેશે તો શ્રેષ્ઠ મુલ્યો અને ઉદારતા તેમજ સંપન્નતા ખતમ થઇ જશે. જેથી દુનિયાના દેશોમાં રહેતા લોકો વચ્ચે કોઇ જાતિ અને ધર્મને શ્રેષ્ઠ દર્શાવવા માટેની સ્પર્ધા થવી જાઇએ નહી. તમામને એકબીજાની જાતિ અને ધર્મના સન્માન સાથે આગળ વધવાની જરૂર છે. ધર્મ અને જાતિના આધાર પર કોઇ એક સમુદાયને ફેલાવવાની બાબત હમેંશા ખતરનાક હોય છે. આના કારણે કટ્ટરપંથી વૃતિ જાવા મળે છે. જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં સક્રિય અલગતાવાદીઓ હમેંશા રચનાત્મક માહોલમાં સામેલ થવાના બદલે ઉશ્કેરણીજનક કૃત્યોકરતા રહે છે.