મોટી આઇટી કંપનીઓ કર્મચારી ઘટાડી રહી છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બેંગલોર :  ભારતીય આઇટી ઇન્ડસ્ટ્રીઝની હાલત હાલમાં સારી દેખાઇ રહી નથી. કારણ કે મોટા ભાગની આઇટી કંપનીઓએ ખર્ચમાં કાપ મુકવાના હેતુસર કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનાના ગાળામાં ટોપ છ કંપનીઓ દ્વારા ૪૧૫૭ સુધી કર્મચારીઓને ઘટાડી દીધા છે. ભારતીય આઇટી ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધારે જાબ આપવાનર તરીકે ગણવામાં આવ છે. ભારતીય આઇટી ઇન્ડસ્ટ્રીઝ નુ કદ ૧૫૬ અબજ ડોલરની આસપાસ છે. તેમનામાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનાના આંકડા પર નજર કરવામાં આવે તો કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કોગ્નિઝન્ટ, ઇન્ફોસીસ, વિપ્રો, ટેક મહિન્દ્રા દ્વારા તેમના કર્મચારીઓમાં કાપ મુકી દેવામાં આવ્યો છે. કોગ્નિઝન્ટના કેસમાં કર્મચારીઓ સૌથી વધારે ઘટી ગયા છે. ટીસીએસ અને એચસીએલ ટેકનોલોજી ગ્રુપ એકમાત્ર એવી કંપનીઓ છે જે કંપનીઓ દ્વારા કર્મચારીઓ ઉમેરી દેવામાં આવ્યા છે. તમામ છ કંપનીઓએ સાથે મળીને આંકડા પર ધ્યાન અપાય તો કર્મચારીઓમાં ઘટાડો ૪૧૫૭નો રહ્યો છે.

ગયા વર્ષે આજ ગાળામાં કર્મચારીઓ ઉમેરી દેવામાં આવ્યા હતા. આ વર્ષે આંકડા પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૧૮ વચ્ચેના ગાળામાં ટીસીએસ દ્વારા ૧૯૯૦ કર્મચારીઓ ઉમેરી દેવામાં આવ્યા છે. એચસીએલ દ્વારા ૩૦૬૭ કર્મચારીઓ ઉમેરી દેવામાં આવ્યા  છે. જો કે બાકીની તમામ કંપનીઓના કર્મચારીઓમાં ઘટાડો થયો છે. મોટી આઇટી કંપની ઇન્ફોસીસે તેના કર્મચારીઓની સંખ્યામાં ૧૯૨૪ સુધીનો ઘટાડો કરી દીધો છે. વિપ્રો દ્વારા પણ કર્મચારીઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેના કર્મચારીઓમાં ૧૭૨૨ સુધીનો ઘટાડો થયો છે.

Share This Article