કર્મીઓની પેન્શન બે ગણી કરવા પર વિચારણા જારી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર લોકસભાની ચૂંટણી પહેલા પહેલી ફેબ્રુઆરીના દિવસે વચગાળાનુબજેટ રજૂ કરવા જઇ રહી છે. બજેટને લઇને અનેક પ્રકારની અપેક્ષા વચ્ચે એવી ચર્ચા પણ છે કે સરકાર એમ્પ્યોઇસ પેન્શન સ્કીમ હેઠળ લઘુતમ પેન્શનબે ગણી કરીને ૨૦૦૦ રૂપિયા પ્રતિ મહિના કરી શકે છે. આના કારણે સીધી રીતે ૪૦ લાખ લોકોને ફાયદો થશે. એમ્પ્લોઇસ પ્રોવિડન્ટ ફંડ આર્ગેનાઇઝેશનની સાથે જાડાયેલા પોતાની રીતે જ આ સ્કીમના ગ્રાહક બની જાય છે. એક ઉચ્ચસ્તરીય કમિટીએ પેન્શનને વધારી દેવા માટે પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. સાથે સાથે સંબંધિત વિભાગને મોકલી દેવામાં આવ્યો છે.

આ પ્રસ્તાવ પર નાણાં મંત્રાલય દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. એમ્પ્લોઇસ પેન્શન સ્કીમ પર સરકાર વાર્ષિક ૯૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. જા આ પ્રસ્તાવને સ્વીકાર કરવામાં આવે છે તો આ આંકડો વધીને આશરે ૧૨૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. એક સુત્રએ માહિતી આપતા કહ્યુ છે કે વર્તમાન ફંડથી વધારે પેન્શનનો બોજ ઉપાડવાની બાબત સરળ નથી. આ નાણાં મંત્રાલયને નક્કી કરવાનુ છે કે સરકાર આ બોજને ઉપાડી લેવા માટે તૈયાર છે કે કેમ.

શ્રમ મંત્રાલયના વધારાના સચિવના નેતૃત્વમાં ગયા વર્ષે બનાવવામાં આવેલી સમિતિએ કર્મચારી પેન્સન સ્કીમનુ મુલ્યાંકન કરીને સમીક્ષા કરવા માટે કહ્યુ હતુ. અન્ય સુત્રોએ કહ્યુ છે કે વધારે પેન્શન લેવા માટે ઇચ્છુક નિવૃતિ આવકના લોકોને કેટલાક લાભ થઇ શકે છે.  વધારે પેન્શન લેવા માટે ઇચ્છુક લોકો નિવૃતિની વય સુધી પીએફમાંથી પેન્શનના હિસ્સાને પાડી શકશે નહીં. આના કારણે સરકારને આ સ્કીમ માટે પુરતુ ફંડ મળી શકશે.

Share This Article